રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ભાજપે 160 ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે હવે ઘણા દિગ્ગજ નેતાઓએ સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઘણાની ટિકિટ પણ કપાઈ છે. આ વચ્ચે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજકોટ ખાતે વિજય મુહૂર્તની અંદર ભાજપના પસંદગી પામેલા ઉમેદવારોએ સભા સંબોધી હતી. આમાં હાજરી આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ બેસવા જતા ગોથુ મારી ગયા અને પછી જોવાજેવી થઈ હતી.
ADVERTISEMENT
વિજય રૂપાણીએ સભામાં હાજરી આપી
વિજય મુહૂર્તમાં ઉમેદવારો ફોર્મ ભરવા જાય એની પહેલા સભાને સંબોધી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચે છે. તેઓ અહીં સભામાં પ્રવેશ કરવાની સાથે બધા કાર્યકર્તાઓ સાથે હાથ મિલાવે છે અને પછી બેસવા જાય છે.
વિજય રૂપાણી બેસવા જતા ગોથું મારી ગયા!
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા બેસવા જાય છે કે તરત તેઓ બેલેન્સ ગુમાવે છે. વીડિયોમાં જોવા મળતા તેઓ બેસતા બેસતા જાણે ગોથુ ખાઈ જાય છે એમ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તેમનો પગ લપસે છે પરંતુ પાછળ તકિયો હોવાના કારણે તેમને વધુ ગંભીર ઈજા ન થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આના કારણે તેઓ પડતા પડતા પણ બચી જાય છે. ઉલ્લેખનીય છે કે આ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થશે.
With Input: નિલેશ શિશાંગીયા
ADVERTISEMENT