અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. મતદારો આજે 833 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં કેદ કરશે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકો વચ્ચે લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત નેતાઓએ મતદાન કરી દીધું છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના ગામ વાસણમાં મતદાન કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ લાઇનમા ઊભા રહી અને ગાંધીનગર ઉત્તર બેઠક માટે મતદાન કર્યું હતું.
મતદાન સ્થળો
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ કુલ 14,975 મતદાન સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી 2,904 શહેરી વિસ્તારોમાં અને 12,071 ગ્રામ્ય વિસ્તારોમાં તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન મથકોની વાત કરવામાં આવે તો કુલ 26,409 મથકો છે. જેમાંથી 8,533 શહેરી વિસ્તારોમાં અને 17,876 ગ્રામ્ય મતદાન મથકો. વિશિષ્ટ મતદાન મથકોની વાત કરવામાં આવે તો 93 મોડલ મતદાન મથકો છે. 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો છે. 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો છે. 651 સખી મતદાન મથકો છે. જ્યારે 14 યુવા સંચાલિત મતદાન મથકો છે. જ્યારે વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકો 13,319 છે.
833 ઉમેદવારો મેદાને
રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.
ADVERTISEMENT