છોટાઉદેપુર: માનવભક્ષી દીપડાને પકડવા વનવિભાગના કર્મીઓ પાંજરે પુરાયા, અઠવાડિયામાં બે બાળકો ઉઠાવી ગયો

નરેન્દ્ર પેપરવાલા/છોટાઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મુલધર ગામમાં દીપડાએ હુમલો કરતા બે વર્ષના બાળકનું મોત થયું હતું. ઉપરાંત બીજી ઘટનામાં ઢોળીવાવ ગામે 4 વર્ષના ક્રિસ નામના…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/છોટાઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મુલધર ગામમાં દીપડાએ હુમલો કરતા બે વર્ષના બાળકનું મોત થયું હતું. ઉપરાંત બીજી ઘટનામાં ઢોળીવાવ ગામે 4 વર્ષના ક્રિસ નામના બાળકને દબોચી દીપડો ઝાડ પર ચઢી ગયો હતો. ત્યારે એના પિતા અને સ્થાનિકો ઝાડ પર ચઢીને બાળકને બચાવવા પ્રયાસ કર્યો અને દીપડાના મોઢામાંથી બાળકને બચાવી લેવાયું પણ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

અલગ-અલગ ટીમો દીપડાને શોધવા ગામડા ખૂંદી રહી છે
આ બન્ને ઘટનાને હવે 10 દિવસ જેટલો સમય થઈ ગયો છતાં હજુ માનવ ભક્ષી દીપડો પકડાયો નથી. ત્યારે વનવિભાગની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. દીપડાને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. વન વિભાગની 12 જેટલી ટીમોમાં 136 જેટલો જે વન કર્મીઓ દિપડો પકડવા ગામડાઓ ખૂંદી રહ્યા છે.

આ પણ વાંચો: દારૂબંધી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉ. સાહિલ નશાની હાલતમાં ઝડપાયો, ઉઠયા અનેક સવાલો

ડ્રેન કેમેરા, 14 જેટલા ઓટોમેટિક પાંજરા મૂકાયા
છોટાઉદેપુર, જંબુગામ, ચાચક, મુલધર, સીમલિયા, ધોળીવાવ ટીંબી, ટોકરવા વિગેરે વિસ્તારમાં દીપડાની અવર જવર હોવાથી ત્યાં 14 જેટલા પિંજરા મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છોટાઉદેપુર જિલ્ ના બોડેલી વિસ્તારના ગામોમાં બે અલગ ઘટનાઓમાં બે બાળકોના દીપડા એ ભોગ લીધા બાદ પણ તેને પકડી પાડવામાં વન વિભાગના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. દીપડાને ઝડપી પાડવા 14 જેટલા ઓટોમેટિક પાંજરા મૂકવામાં આવ્યા છે. 7 ટ્રેપ કેમેરા અને ડ્રોન થી સતત રખાઈ રહી છે.

શિકારની બદલે વનવિભાગના કર્મચારીઓ પાંજરામાં બેઠા
સામન્ય રીતે દીપડાને પકડવા દીપડો પાંજરા નજીક શિકારથી આકર્ષિત થઈ આવે તે માટે બકરું કે મરઘું મૂકવામાં આવે છે. પણ મનુષ્યનો લોહી ચાખી ગયેલો દીપડો માનવની ગંધથી ફરી આવે અને પાંજરે પુરાઈ તેવો આઈડિયા અપનાવી હવે વન વિભાગના કેટલાક કર્મચારી પાંજરામાં બેસી દીપડો નજીક આવે તો તેને ટ્વીનકીલાઇઝર મારી પકડવાની તરકીબ પણ કરી લીધી છે. પણ હજુ માનવ ભક્ષી દીપડો પકડાયો નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp