નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ફરી એકવાર ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે આ મામલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે સંબંધિત છે. એક ડ્રાઈવરે આઈપીએલ સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા બાદ સિરાજનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવરે સિરાજને લાલચ આપી હતી કે જો તે તેને ટીમની અંદરની બાબતો જણાવશે તો તે આ ખેલાડીને મોટી રકમ આપી શકે છે. પરંતુ સિરાજે સમગ્ર મામલાની જાણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU)ને કરી છે. આ માહિતી પછી બીસીસીઆઈનું આ યુનિટ એક્શનમાં આવ્યું અને ઝડપી તપાસ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું છે કે સિરાજનો સંપર્ક કરનાર વ્યક્તિ બુકી નથી, પરંતુ હૈદરાબાદનો ડ્રાઈવર છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘સિરાજનો સંપર્ક કરનાર કોઈ બુકી નહોતો. તે હૈદરાબાદનો ડ્રાઈવર છે, જે મેચ પર સટ્ટો લગાવે છે. તેણે સટ્ટાબાજીમાં ઘણા પૈસા ગુમાવ્યા, જેના કારણે તેણે ટીમની અંદરની માહિતી માટે સિરાજનો સંપર્ક કર્યો. સિરાજે તરત જ આ અંગે જાણ કરી.
આ પણ વાંચો: વિરાટ કોહલીને ફટકો, ફટકારવામાં આવ્યો દંડ… કોહલી સહિત આ ખેલાડીઓએ પણ ભર્યો છે દંડ
ડ્રાઈવરની ધરપકડ કરાઈ
અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘સિરાજે માહિતી આપ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને કાયદા અમલીકરણ અધિકારીઓએ વ્યક્તિની ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીની માહિતીની રાહ જોવાઈ રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT