ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાના સત્ર પહેલા ભાજપ દ્વારા વિપક્ષના નેતા અને દંડકના નામની ગઈકાલે જ જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે કોંગ્રેસમાંથી હજુ સુધી વિપક્ષના નેતા કોણ બનશે તે માટે ધારાસભ્યોની બેઠક પણ મળી નથી. એવામાં રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર વિપક્ષના નેતા વગર જ આગામી મંગળવારે વિધાનસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી થાય તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
વિપક્ષ નેતાની ઓફિસને હજુ તાળું
ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપે મુખ્યમંત્રી તથા મંત્રીમંડળ તૈયાર કરી શપથ ગ્રહણ સમારોહ પણ કરી લીધો. આ બાદ ગઈકાલે અધ્યક્ષ, ઉપાધ્યાક્ષના નામ પણ ફાઈનલ કરી લીધા. નવા 182 ધારાસભ્યોની સોંગધવિધિ માટેની વૈધાનિક પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. જોકે કોંગ્રેસ હજુ વિરોધ પક્ષના નેતા કોણ હશે તે નક્કી કરી શકી નથી. એવામાં હજુ પણ વિરોધ પક્ષના નેતાની ઓફિસ પર તાળું લાગેલું છે, ત્યારે આગામી મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર જ વિરોધ પક્ષના નેતા વિના જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી થઈ શકે છે.
કોંગ્રેસ છે 17 બેઠકો સાથે બીજા નંબરની પાર્ટી
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ માટે 10 ટકા સીટો લાવવા જેવો કોઈ નિયમ નથી. જે પક્ષને વધારે સીટો મળી હોય તે વિપક્ષમાં હોય છે. કોંગ્રેસને 17 બેઠકો મળવા સાથે તે બીજા ક્રમની પાર્ટી છે. જોકે હજુ સુધી તેમના ધારાસભ્યો દળની કોઈ બેઠક મળી જ નથી. બીજી બાજુ મુખ્ય દંડક અને નાયબ દંડકના કાર્યાલય પણ શરૂ થઈ ગયા છે.
21 ડિસેમ્બરે મળશે કોંગ્રેસના કેન્દ્રિય નિરીક્ષકોની બેઠક
બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, તેઓ આ અંગે હાઈ કમાન્ડના દિશાનિર્દેશોની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રિય નિરીક્ષકના આવ્યા બાદ બેઠક થશે. આ બેઠક 21મી ડિસેમ્બરે યોજાશે આ બાદ વિપક્ષના નેતા નક્કી થશે. જોકે આ પહેલા જ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થવાની છે, એવામાં વિપક્ષ વિના જ આ ચૂંટણી થાય તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT