અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં અત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે રજા હોવાથી આજે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો પણ ફોર્મ ભરવા જશે. તેવામાં જામનગરથી રિવાબા જાડેજા પણ આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. ત્યારે અત્યારે પહેલા તબક્કામાં ક્યાં ક્યાં ચૂંટણી યોજાશે અને ફોર્મ પરત ખેંચવાની કઈ તારીખ છે એના પર નજર કરીએ…
ADVERTISEMENT
પહેલા તબક્કામાં ઉમેદવારી નોંધાવવાની વિગતો..
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં પહેલા તબક્કામાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરત, તાપી, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભરૂચ, કચ્છમાં મતદાન યોજાશે. આ પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના દિવસે થશે.
ત્રિપાંખીયા જંગ માટે ઉમેદવારો સજ્જ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામી ચૂક્યો છે. તેવામાં હવે ભાજપે કુલ 166 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. જ્યારે કોંગ્રેસે 142 ઉમેદવારો તથા આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો બહાર પાડી દીધા છે. નોંધનીય છે કે હવે આ જંગમાં પહેલા તબક્કાનું મતદાન યોજાય એની પહેલા ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ તથા ફોર્મ પરત ખેંચવાની તારીખ 14થી 17 નવેમ્બર સુધીની રહેશે.
બીજા તબક્કામાં આ જિલ્લામાં થશે મતદાન…
ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુરમાં બીજા તબક્કાનું મતદાન થશે. જેની તારીખ 5 ડિસેમ્બર રહેશે.
2017માં ભાજપે 99 બેઠકો જીતી હતી
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ દરમિયાન કોંગ્રેસે 77 બેઠકો પોતાને નામ કરી હતી. ત્યારે અન્ય પાસે 6 બેઠકો હતી.
ADVERTISEMENT