Ghazipur Bus Fire: ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 11 હજાર વોટનો હાઈ ટેન્શન વાયર બસ પર પડતાં બસમાં આગ ફાટી નીકળી હતી. આ કારણે ઘણા લોકો જીવતા જ ભડથું થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈ ટેન્શન વાયર બસ પર પડ્યા બાદ બસમાં આગ ફાટી નીકળતા હાઈવે ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બસ જાનૈયાઓથી ભરેલી હતી. કુલ 38 જાનૈયાઓ બસમાં સવાર હતા. અત્યાર સુધીમાં 5થી વધુ લોકોના મૃત્યુ થયાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ હજુ મૃત્યુઆંક વધી શકે છે.
ADVERTISEMENT
38 લોકો હતા સવાર
યુપીના ગાઝીપુરમાં હાઇ ટેન્શન વાયર બસ પર પડતાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5થી વધારે લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના મરદહમાં સર્જાઈ હતી. જિલ્લાના ડીએમ અને એસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બસ મઉ કોપાગંજથી જાન લઈને મરદહના મહાહર ધામ આવી રહી હતી. આ દરમિયાન રસ્તોમાં દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં 38 લોકો સવાર હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું
સીએમ યોગીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. દાઝી ગયેલા લોકોને મઉની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવી રહ્યો છે.
5 લોકોના થયા મોત
વારાણસીના ડીઆઈજી ઓપી સિંહના જણાવ્યા અનુસાર, લગ્નના મહેમાનોથી ભરેલી બસ હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવ્યા બાદ દુર્ઘટનાનો ભોગ બની હતી. ગાઝીપુરના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
ADVERTISEMENT