નવી દિલ્હી : દિલ્હીનાં બે ધુરંધર વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચે મેદાન પર આઇપીએલ મેચ બાદ થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ફરી એકવાર જાહેર થઇ ચુક્યું છે કે, એક બીજા માટે બંન્નેના મનમાં કેટલી કડવાશ છે. કેમેરામાં કેદ થયેલી આ લડાઇમાં બંન્ને વચ્ચે માં બહેનની ગાળો પણ ભાંડી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સોમવારે રાત્રે થયેલી મેચ દરમિયાન થયેલી આ બોલાચાલીની શરૂઆત ક્યાંથી થઇ તે મુદ્દો છે. બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સોમવારે રાત્રે થયેલી મેચ દરમિયાનના ઘર્ષણ હાજર લોકોના અલગ અલગ મત છે. કોઇ તેને સામાન્ય બોલાચાલી કહી રહ્યું છે તો કેટલાક લોકો તેને પ્રતિદ્વંદિતામાં મસાલો મળી રહ્યો છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે, ભદ્રજનોના ખેલમાં આ પ્રકારની ઘટનાથી બચવું જોઇએ.
ADVERTISEMENT
એક ટીમમાં રહેલા ખેલાડી પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, તમે ટીવી પર જોયું કે કાઇલ માયર્સ અને કોહલીને પુછ્યું કે તે સતત ગાળો શા માટે આપી રહ્યો છે. ત્યારે કોહલીએ કહ્યું કે તે તેને ઘુરતો કેમ હતો. તે અગાઉ અમિત મિશ્રાએ અંપાયરને ફરિયાદ કરી હતી કે, વિરાટ દસમા નંબરના બેટ્સમેન નવીનુલ હકને સતત ગાળો આપી રહ્યા છે.
પ્રત્યક્ષ દર્શીએ કહ્યું કે, ગૌતમને લાગ્યું કે સ્થિતિ વણસી રહી છે તેથી તેણે માયર્સને ત્યાંથી ખેંચી લીધો અને કહ્યું કે, વાત ન કરીશ. ત્યારે વિરાટે કંઇક કહ્યું ત્યાર બાદ તીખી બોલાચાલી થઇ હતી. ગૌતમે કહ્યું કે, શું બોલી રહ્યો છે સામે આવીને બોલ. આ અંગે વિરાટે કહ્યું કે મે તમને કંઇ પણ કહ્યું જ નથી. તમે કેમ ઘુસી રહ્યા છો. આ અંગે ગૌતમે કહ્યું કે, તે જે મારા પ્લેયરને કહ્યું તેનો અર્થ થાય છે કે તે મારા પરિવારને કહ્યું. જેના જવાબમાં વિરાટે કહ્યું કે તો તમે તમારા ફેમિલીને સંભાળીને રાખો. ગંભીરે કહ્યું કે તો હવે તુ મને શીખવાડીશ. ત્યાર બાદ બંન્નેને અલગ કરી દેવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, આ ખુબ જ બાલિશ હતું. આ અગાઉ 2013 માં પણ આરસીબી અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ દરમિયાન બંન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું. કોહલી તે સમયે સુપર સ્ટાર બનવા તરફ હતા જ્યારે ગંભીર કેકેઆરના કેપ્ટન હતા. ગઁભીર આજે પણ તેટલો જ આક્રમક છે અને ટીવી વિશેષજ્ઞ પણ છે. આ ઉપરાંત લખનઉના મેંટોર અથવા રિમોટ કંટ્રોલ કેપ્ટન પણ છે. બીજી તરફ કોહલી આરસીબીના સર્વેસર્વા છે. જો કે ઓન પેપર તો ફાક ડુ પ્લેસિસ જ કેપ્ટન છે.
ભારતના એક પૂર્વ ખેલાડીએ કહ્યું કે, બંન્નેએ આંતરિક સંબંધ ખુબ જ ગુંચવાડાભર્યા છે. ગૌતમ ખરાબ વ્યક્તિ નથી પરંતુ તેને પહોંચવું આકરુ છે. તેને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર વિરાટનું નામ લઇ રહેલા દર્શકોના મોઢા પર આંગળી રાખવાનો ઇશારો કરવાની જરૂર નહોતી. કોહલીના ટ્વીટર પર એકલા 55.4 મિલિયન ફોલોઅર છે જ્યારે ભાજપ સાંસદ ગંભીરના 12.5 મિલિયન ફોરોઅર છે. બંન્નેના પ્રશંસક હવે એક બીજાની વિરુદ્ધ ખોટી વાતો બનાવી રહ્યા છે.
ADVERTISEMENT