અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. મતદારો આજે 833 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં કેદ કરશે. આ દરમિયાન સવારે 9 વાગ્યા સુધીમાં 4.63 ટકા મતદાન થયું છે.
ADVERTISEMENT
ગુજરાત – સવારે 9 વાગ્યા સુધી મતદાન – 4.63% આશરે
- અમદાવાદ – 4.20%
- આણંદ – 4.92%
- અરવલ્લી – 4.99%
- બનાસકાંઠા – 5.36%
- છોટાઉદેપુર – 4.54%
- દાહોદ – 3.37%
- ગાંધીનગર – 7.05%
- ખેડા – 4.50%
- મહેસાણા – 5.44%
- મહિસાગર – 3.76%
- પંચમહાલ – 4.06%
- પાટણ – 4.34%
- સાબરકાંઠા – 5.26%
- વડોદરા – 4.15%
8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ
બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
મતદાન સ્થળો
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ કુલ 14,975 મતદાન સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી 2,904 શહેરી વિસ્તારોમાં અને 12,071 ગ્રામ્ય વિસ્તારોમાં તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન મથકોની વાત કરવામાં આવે તો કુલ 26,409 મથકો છે. જેમાંથી 8,533 શહેરી વિસ્તારોમાં અને 17,876 ગ્રામ્ય મતદાન મથકો. વિશિષ્ટ મતદાન મથકોની વાત કરવામાં આવે તો 93 મોડલ મતદાન મથકો છે. 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો છે. 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો છે. 651 સખી મતદાન મથકો છે. જ્યારે 14 યુવા સંચાલિત મતદાન મથકો છે. જ્યારે વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકો 13,319 છે.
833 ઉમેદવારો મેદાને
રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.
ADVERTISEMENT