નવી દિલ્હી: રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો છે. આજથી બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે સંસદમાં 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. જોકે આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકા છે.
ADVERTISEMENT
વિશ્વભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. છતાં ભારતનો આર્થિક વિકાસ દર આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં 6.5% પર રહેશે. જો કે, તે ચાલુ નાણાકીય વર્ષમાં 7% અને પાછલા નાણાકીય વર્ષ એટલે કે 2021-22ના 8.7% ના આંકડા કરતા ઓછો છે. મંગળવારે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા આર્થિક સર્વે 2022-23માં આ આંકડાઓ સામે આવ્યા છે. તેમાં વિકાસ દર નીચો રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા મુખ્ય દેશોમાં રહેશે.
ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારી બાદ ભારતીય અર્થવ્યવસ્થાની રિકવરી અન્ય દેશોની સરખામણીએ ઝડપી રહી છે. સ્થાનિક માંગમાં વધારો અને મૂડી રોકાણને કારણે આ શક્ય બન્યું છે. જો કે, સર્વેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે વિશ્વભરમાં કિંમતો વધવાથી રૂપિયા પર દબાણ આવી શકે છે. જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે તો રૂપિયાનું અવમૂલ્યન થઈ શકે છે. લાંબા ગાળે દેવું મોંઘુ પડી શકે છે.
ભારત આ મામલે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા
ખરીદ શક્તિ સમાનતાની દ્રષ્ટિએ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિનિમય દરની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ઇકોનોમિક સર્વે જણાવે છે કે ચાલુ ખાતાની ખાધને ફાઇનાન્સ કરવા માટે ભારત પાસે પૂરતું વિદેશી હૂંડિયામણ છે. તે રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવાના હેતુ માટે પણ પૂરતું છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં કહ્યું, સરકાર રાષ્ટ્ર નિર્માણની ફરજ નિભાવવા માટે ખંતપૂર્વક કામ કરી રહી
યુરોપની અસર ભરત પર
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાનો સામનો કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થા વિકાસના માર્ગ પર આગળ વધી છે. અન્ય ઘણા દેશોની તુલનામાં ભારતે નાણાકીય વર્ષ 2022માં પહેલાથી જ પ્રી-કોરોના સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. જો કે સર્વેમાં મોંઘવારી પર ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે મોંઘવારી પર અંકુશ લાવવાનો પડકાર હજુ પણ અકબંધ છે. યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT