નવી દિલ્હી: કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં એડમિટ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી મુજબ, તેમને હોસ્પિટલના પ્રાઈવેટ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે. સોમવારે બપોરે 12 વાગ્યા આસપાસ તેમને એડમિટ કરાયા છે.
ADVERTISEMENT
સૂત્રો મુજબ રૂટીન હેલ્થ ચેકઅપ માટે નાણામંત્રીને એડમિટ કરાયા
જાણકારી મળી રહી છે કે, નિર્મલા સીતારમણને રૂટીન ચેકઅપ માટે એઈમ્પ પહોંચ્યા છે. રૂટીન ચેકઅપ બાદ તેઓ ઘરે જઈ શકે છે. નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ 63 વર્ષના છે. સમાચાર એજન્સીએ તેમના એડમિટ થયાની ખબર બાદ ઓફિશિયલ સૂત્રો દ્વારા તેઓ રૂટીન હેલ્થ ચેકઅપ માટે ગયા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.
ADVERTISEMENT