તહેવારોની સિઝનમાં ‘બુટલેગરો બન્યા બેફામ’, રાજ્યમાં દારૂની રેલમછેલ કરવાની ઘડી રણનીતિ?

અરવલ્લીઃ શામળાજીના રતનપુર સરહદ પાસેથી બુટલેગરો દારૂ ઘૂસાડવા માટે અવનવા પરાક્રમો કરતા આવે છે. તેવામાં હવે રાજ્યમાં નવરાત્રી અને પછી દિવાળીનો તહેવાર ધમધમાટ શરૂ કરશે.…

gujarattak
follow google news

અરવલ્લીઃ શામળાજીના રતનપુર સરહદ પાસેથી બુટલેગરો દારૂ ઘૂસાડવા માટે અવનવા પરાક્રમો કરતા આવે છે. તેવામાં હવે રાજ્યમાં નવરાત્રી અને પછી દિવાળીનો તહેવાર ધમધમાટ શરૂ કરશે. ત્યારે રાજ્યમાં બુટલેગરો દારૂની હેરાફેરી કરવામાં સતત નવા કિમીયાઓ અપનાવતા હોય છે. વળી ચૂંટણીનો માહોલ નજીક હોવાથી હવે સ્થાનિક પોલીસ પણ ચાપતી નજર રાખીને હેરાફેરી કરનારાઓને પકડવા માટે તૈનાત છે. ચલો અત્યારસુધી દારૂના કેસમાં કેટલા લોકો સામે કેવી કડક કાર્યવાહી હાથ ધરાઈ એના પર નજર કરીએ.

બુટલેગરો બન્યા બેફામ
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો બેફામ બની ગયા છે. ત્યારે રતનપુર બોર્ડ પરથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના અનેક પ્રયાસો બુટલેગરો દ્વારા હાથ ધરાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે છેલ્લા 1 મહિનાની અંદર 10 વાહનો જે દારૂની હેરાફેરી કરતા હતા એ અને 2 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. તથા 12 આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ
તહેવારો અને ચૂંટણી સમયે પોલીસે બોર્ડરની આસપાસના વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આની સાથે નવરાત્રી દરમિયાન શી ટીમ પણ એક્ટિવ થઈ ગઈ છે. જેથી દારૂના નશામાં કે અન્ય કોઈ સ્થિતિમાં યુવતીઓની છેડતી કરનારા સામે કડક પગલાં ભરાઈ શકે. ઉલ્લેખનીય છેકે અત્યારે યુવાધન પણ નશાના રવાડે ચઢી ગયું છે. તેવામાં શામળાજી પોલીસે 1 સપ્ટેમ્બરથી અત્યારસુધી દાખલ કરેલા કેસમાં 42,179 બોટલ કબજે કરી છે. જ્યારે 10 વાહનો મળીને કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની સામે કડક પગલાં ભર્યા છે.

    follow whatsapp