14 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો હવે CM-મંત્રીઓના બંગલા બહાર થાળી-વેલણ વગાડશે!

ગાંધીનગર: છેલ્લા 14 દિવસથી સમાન કૃષિ વીજ દર, ખેતી તથા પશુપાલન સહિતની જુદી જુદી માગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ (Farmers) હવે હલ્લાબોલ કરવાનું…

gujarattak
follow google news

ગાંધીનગર: છેલ્લા 14 દિવસથી સમાન કૃષિ વીજ દર, ખેતી તથા પશુપાલન સહિતની જુદી જુદી માગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ (Farmers) હવે હલ્લાબોલ કરવાનું નક્કી કર્યું છે. વારંવારની રજૂઆત છતાં સરકારે પડતર માગણીઓ ન સાંભળતા હવે કિસાન સઘે મુખ્યમંત્રી સહિત મંત્રીઓના ઘર આગળ ધરણાં કરવાનું એલાન કર્યું છે.

14 દિવસથી અહીં બેઠા છીએ છતાં મંત્રીઓ સાંભળતા નથી
કિસાન સંઘના સહ પ્રચાર પ્રમુખ મનસુખ પટોળિયા તથા આર. પટેલ સહિતના આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમણે તેમણે જણાવ્યું હતું કે, અમારી માગણીઓ વર્ષો જૂની છે. ડિઝલ, વીજ-પાણી દરમાં વધારા બાદ ખેતી અને પશુપાલન ઉપર ભારણ વધ્યું છે. ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, પશુપાલકો દૂધ ઉત્પાદન બંધ કરી રહ્યા છે. અમારા પ્રશ્નોને લઈને અમે સરકારને વારંવાર મળ્યા. 14 દિવસથી અહીં બેઠા છીએ છતાં સરકારના મંત્રીઓ અમને સાંભળતા નથી. આથી મંગળવારે તમામ જિલ્લાઓમાં મળેલી કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના બંગલા-નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શનનું એલાન અપાયું છે.

મંત્રીઓના બંગલા બહાર ચુસ્ત-પોલીસ બંદોબસ્ત
બીજી તરફ ગાંધીનગર સહિત રાજ્યભરમાં ખેડૂતોના ચાલતા ધરણા પ્રદર્શન અને હાઈવે પર ચક્કાજામના કાર્યક્રમો પણ ખેડૂતો ચાલું રાખશે. ત્યારે મંત્રીઓના નિવાસસ્થાન સામે ધરણા કરવાની જાહેરાત બાદ તેમના બંગલાની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    follow whatsapp