ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું હતું. જે મામલે આજે સરકારે કેટલીક માગણીઓ સ્વીકાર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આંદોલન પૂર્ણ થયું હોવાની જાણકારી આપી હતી. સરકારે બનાવેલી 4 મંત્રીઓની કમિટીએ 3 વખત ખેડૂતો સાથે વાટાઘાટો કરી હતી. જે બાદ સરકારે કેટલીક માગણીઓ સ્વીકારતા ખેડૂતોએ આંદોલન સમેટ્યું હતું.
ADVERTISEMENT
વીજબિલ દર 2 મહિને લેવામાં આવશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, સરકારે મીટર આધારિત બોરવેલ વીજબિલ દર 2 મહિને બિલિંગ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વૈચ્છિક લોડ વધારવાનું પણ સરકારે સ્વીકાર્યું છે. બોરવેલ પર મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેતી હોય છે. ટેકનિકલ બાબતો તપાસીને ખેડૂતોને ભોગ ન બનવું પડે તે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે.
વીજ કનેક્શનમાં નામ રૂ.300ના ચાર્જમાં બદલી અપાશે
મંત્રીએ કહ્યું, ચાલુ ખેતીવાડી વીજ કનેક્શનમાં સિક્યુરિટી ડિપોઝિટ જમા હોય તો નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના ખેડૂતો મીનીમમ 300 રૂપિયાનો ચાર્જ લઈને વીજ કનેક્શનમાં નામ બદલી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.’
લો વોલ્ટેજની સમસ્યા અંગે પણ કરાયો રાજ્યવ્યાપી નિર્ણય
તેમણે વધુમાં કહ્યું કે, દ્વારકાથી માંડી અલગ અલગ જ્યારએ લો વોલ્ટેજની સમસ્યા છે તે માટે વીજ કંપનીના અધિકારીઓ સાથે બેસીને રાજ્યવ્યાપી નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીવાડીમાં 657 પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કર્યો છે કે જે 100 કિલો વોટથી ઉપર છે, તેવા ખેડૂતોને 200ની ટીસી ખેતીવાડી ભાવે મંજૂર કરવાનો સ્વીકાર કર્યો છે. ડીપ ઇરિગેશન સિસ્ટમમાં 85 ટકા સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે, જીએસટી નાબૂદ કરવાની બાબત સ્વીકારી છે.
ADVERTISEMENT