મહિસાગરઃ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર માટે લાંબી લાઈનો લાગી હતી. જોકે આ દરમિયાન ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતો નારાજ થઈ ગયા છે. રવિ પાક માટે ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા હતા. પરંતુ અહીં તેમને પુરવઠો ન મળતા મુશ્કેલીમાં મુકાયા હતા. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
ADVERTISEMENT
યુરિયા ખાતરની ગાડી આવી પરંતુ..
પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ ગાડી આવી ગઈ હતી. જેથી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પરંતુ ગાડીમાં રહેલું ખાતર પૂરૂ થઈ જતા જોવાજેવી થઈ હતી. ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લાંબી લાઈનો પણ પુરવઠો પૂરો
રવિ પાક માટે ખેડૂતોને ખાતર ન મળતા નારાજગી પ્રસરી જવા પામી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં યુરીયા ખાતર લેવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. ખાતરની ગાડી આવવાની સાથે જ ગાડી માં રહેલ ખાતર પૂરૂ થઈ ગયું.
With Input: વિરેન જોશી
ADVERTISEMENT