વિરેન જોશી, મહીસાગર: જિલ્લાના બાલાસિનોર અમદાવાદ હાઇવે પર ઠગ ટોળકી સક્રિય બની છે. અને મહીસાગર પોલિસની ઓળખ આપી ઠગાઈ કરી રહી છે. અને ઠગાઈનો કિસ્સો પણ સામે આવ્યો છે. બાલાસિનોરના ફાગવેલ ગામ પાસેથી મહિસાગર જિલ્લાની હદમાં બાઇક પર સવાર લોકોને રોકી પોલીસની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાઇક પર જતાં 2 ઈસમો ને રોકી પૈસા પડાવી ટોળકી ફરાર થઈ જતા બાલાસિનોર પોલીસ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
ફાગવેલ થી બાલાસિનોર વચ્ચે હાઇવે ઉપર પોલીસની ખોટી ઓળખ આપી લૂંટનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલકે ઓવરટેક કરી બાઈક રોકવી અને ગાડીના કાગળ માગ્યા અને બન્ને બાઇક સવાર પાસેથી 11000 રૂપિયા લઇ લીધા પોલીસ સ્ટેશનનું આવવાનું કહી અને કાર લઇ થયો ફરાર.
આ રીતે ફૂટ્યો ભાંડો
બાઇક ચાલક સુનિલભાઈ મકવાણા તેમજ તેમની સાથે રહેલા અન્ય એક ઇસમને પોલીસ સ્ટેશને આવવાનું કહી રૂપિયા લઈ નાસી જનાર વ્યક્તિ મામલે બંને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સમગ્ર વિગત આવી બહાર. સુનિલભાઈ મકવાણાએ તેમના મોબાઈલમાં પાડેલ કારનો ફોટો પોલીસ સ્ટેશનમાં બતાવતા આવો કોઈ જ ઈસમ પોલીસ સ્ટેશનમાં ન હોવાની વિગત બહાર આવી.

કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મહીસાગર જિલ્લામાં બે ઇસમ ઠગાઈનો ભોગ બન્યા છે ત્યારે બાલાસિનોર પોલિસે એફઆઈઆર નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. ભોગ બનનનાર વ્યક્તિએ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે તે જોવું રહ્યું કે આ અગાઉ પણ કેટલા વાહનચાલકોને આ ઠગ ટોળકીએ પોલીસનું નામ લઈને અન્ય વાહનચાલકોને લૂંટયા હશે. તે તો જ્યારે ઠગો પકડાશે ત્યારે પોલીસ તપાસમાં બહાર આવશે.