Mehsana News : રાજ્યમાં નકલીનો એક ટએન્ડ ચાલી રહ્યો છે. ક્યાંક નકલી અધિકારીઓ તો ક્યાંક નકલી ટોલનાકા ઝડપાઈ રહ્યા છે તો એવામાં હવે મહેસાણા ફૂડ વિભાગે ઉંઝાના ગંગાપુરા રોડ પર એક નકલી જીરુનો 12 હજાર કિલોગ્રામ જથ્થો પકડી પડ્યો છે. આ અંગે વધુ તપાસ માટે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.જોકે આ દરોડા બાદ શેડના માલિક દ્વારા મીડિયા સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો કે આ જીરુનો જથ્થો નથી. ફૂડ વિભાગને માહિતી મળી હતી કે અહી હલકી ગુણવત્તાની વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરના પાવડરથી બનાવાતુ જીરૂ હતુ. આ લીડ મળતા જ મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી હતી.જેમાં 240 કિલો પાવડર મિક્સ, 630 લિટર ગોળની રસી, 5300 કિલો વરિયાળી લુઝ જપ્ત કરાયો છે.
ADVERTISEMENT
માલિકે છટકબારી માટે જાણો શું કહ્યું
આજે મહેસાણા ફૂડ વિભાગની ટીમ એક્શન મોડામાં જોવા મળી હતી અને ઉંઝામાં ચાલી શંકાસ્પદ જીરુંની ફેક્ટરી પર દરોડા પડ્યા હતા.જીરુની જેમ જ દેખાઈ રહેલ જથ્થાને ફૂડ વિભાગે જપ્ત કરીને તેના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા.આ જથ્થો બહાર વેચવામાં આવી રહ્યો હતો જોકે હજુ સુધીએ સામે આવ્યું નથી કે આ જથ્થો કોને વેચવામાં આવતો હતો. આ અંગે તાપસ ચાલી રહી છે. આ દરોડા બાદ માલિકનું એક નિવડાં સામે આવ્યું છે કે, જથ્થો પશુઆહાર છે તે વેચતા પણ હતા.જેને લઈ હવે ફૂડ વિભાગ સામે સવાલ એ છે કે, પશુ આહારનો દાવો પોકળ છે કે પછી જીરુ નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા. જેના પર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શું છે નકલી જીરું?
નકલી જીરું ઘાસના ફૂલોમાંથી બનાવવામાં આવે છે. નદીઓના કિનારે એક પ્રકારનું ઘાસ ઉગે છે, જેમાંથી સાવરણી બનાવવામાં આવે છે. ઘણા લોકો ઘાસને પાણીમાં ઉકાળીને ગોળની ચાસણીમાં પલડી સૂકાયા બાદ ઘાસનો રંગ જીરા જેવો કરી દેવામાં આવે છે. ત્યાર બાદ તેમાં સ્ટોન અથવા સ્લરી પાવડર મિક્સ કરીને ફિલ્ટર કરવામાં આવે છે. આ રીતે લોકો નકલી જીરું તૈયાર કરતાં હોય છે.
ADVERTISEMENT