વડોદરાની MS યુનિવર્સિટીમાં નમાઝ અદા કરવાનો મામલે સાયન્સ ફેકલ્ટીએ લીધો મહત્વનો નિર્ણય, હવે કેમ્પસમાં નથી થાય આ કામ

વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી હતી. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ નજીક યુવતીનો નમાઝ પઢતો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો.…

gujarattak
follow google news

વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી હતી. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ નજીક યુવતીનો નમાઝ પઢતો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી ચાદર પાથરીને નમાઝ અદા કરી રહી હતી. આ મામલે સાયન્સ ફેકલ્ટીએ નોટિસ જાહેર કરી છે અને ફેકલ્ટી કેમ્પસમાં કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રવૃતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગઈકાલે એમએસ યુનિવર્સિટીમાં  યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાઈરલ થયા બાદ સેનેટ મેમ્બર્સ દ્વારા ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વાઈરલ વીડિયો યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું ત્યારે આજે આ મામલે સાઇન્સ ફેકલ્ટીએ નોટિસ જાહેર કરી છે. જેમાં ફેકલ્ટી કેમ્પસમાં કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રવૃતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જો કોઈ દ્વારા ફેકલ્ટી કેમ્પસમાં કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રવૃતિ કરવામાં આવે તો પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો વધારો, હવે રાત્રિના 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો

અગાઉ પણ વીડિયો વાઈરલ થઈ હતો
નોંધનીય છે કે, આ પહેલા તાજેતરમાં જ એમ.એસ યુનિવર્સિટીના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ હડકંપ મચી ગયો હતો. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદે મામલામાં હસ્તક્ષેપ કરીને યુનિવર્સિટીના સત્તાધીશો પાસે તપાસની માગણી કરી હતી. આ સાથે મામલો એટલો ગરમાયો હતો કે એમ.એસ યુનિવર્સિટીમાં વિશ્વ હિન્દુ પરિષદે રામધૂન પણ બોલાવી હતી. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો વીડિયો વાઈરલ થતા યુનિવર્સિટીના સત્તાધીશો ફરીથી દોડતા થઈ ગયા છે.

વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp