મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના મોત થયા છે. જ્યારે બીજી બાજુ રેસ્ક્યૂ ટીમ દ્વારા 177 લોકોને ઘટનાસ્થળેથી બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના લોકોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હવે જોવાજેવી વાત એ છે કે નરેન્દ્ર મોદી જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે એ માહિતી બહાર આવી કે રાતોરાત સમગ્ર હોસ્પિટલની સૂરત બદલાઈ ગઈ હતી. રંગકામ, પ્લાસ્ટર લગાવી હોસ્પિટલને નવો લૂક આપી દેવાયો. આની સાથે એક દર્દીના પગમાં ઈજા પહોંચી હતી તો તેનો પ્લાસ્ટરનો ભાગ પણ વધારી દેવાયો હોવાની સોશિયલ મીડિયામાં તસવીર વાઈરલ થઈ છે. જાણો FACT CHECKની આ સ્ટોરીમાં તેના ડ્રેસિંગની પટ્ટીમાં કેમ વધારો થયો એના વિશે વિગતવાર માહિતી તથા આની પાછળનું સાચ્ચુ કારણ…
ADVERTISEMENT
જાણો બેડ નંબર-126ની કહાની…
રાષ્ટ્રીય જનતા દળે 3 તસવીરો શેર કરી હતી. જેમાં બેડ નંબર 126 કેપ્શનમાં લખવામાં આવ્યું હતું. આ ત્રણેય ટ્વીટ કરેલી તસવીરોમાંથી 2માં એક જ વ્યક્તિ જોવા મળી રહી છે. હવે ચર્ચા એ છે કે આ છે કોણ? કારણ કે 31 ઓક્ટોબરની એક તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં તેના પગમાં એક નાની પટ્ટી લાગેલી જોવા મળી રહી છે. બીજા દિવસે એટલે કે 1 નવેમ્બરના દિવસે મોટી પટ્ટી લાગેલી જોવા મળી. તેવામાં મીડિયા રિપોર્ટ્સના આધારે આ શખસનું નામ અશ્વિન છે. તો ચલો એની ઈજા પર જે ડ્રેસિંગ કરાયું હતું તેની ટાઈમલાઈન પર નજર કરીએ….
પહેલા તેના ઈજાના ભાગ પર સામાન્ટ પટ્ટી બાંધવામાં આવી હતી. ત્યારપછી એક્સ-રે લેવાયો ત્યારપછી જાણ થઈ કે આ વ્યક્તિને ફ્રેક્ચર છે. ત્યારપછી પ્લાસ્ટર કરાયું હતું. જોકે આ દરમિયાન એ દર્દી પહેલા બેડ નંબર 125 પર હતો પરંતુ એની બાજુમાં એક યુવક હતો જે બીજા વોર્ડમાં શિફ્ટ થઈ જતા આ શખસ 126 બેડ નંબર પર આવી ગયો હતો.
શું છે દર્દીની સારવારની સચ્ચાઈ જાણો…FACT CHECK
સોશિયલ મીડિયામાં આ ઘટના વાઈરલ થઈ હતી જેમાં યૂઝર્સે લખ્યું હતું કે વડાપ્રધાન મોદીના આગમન પહેલા દર્દીઓના ઈજાના ભાગ પર પણ પ્લાસ્ટર વધારાયું હતું. જોકે ફેકટ ચેક દરમિયાન સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે 31 ઓક્ટોબરે આ ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી હતી. તેના ઈજાના ભાગનો એક્સ રે પણ બાકી હતો એટલે તેને પ્રાથમિક સારવારના ભાગ રૂપે નાની પટ્ટીથી ડ્રેસિંગ કરાયું હતું.
ત્યારપછી એક્સ રે લેવાયો એમાં ફ્રેક્ચર નીકળ્યું અને તેને યોગ્ય સારવાર આપવામાં આવી જેથી કરીને પ્લાસ્ટર આખા પગમાં જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર્દીની વાઈરલ તસવીરોની પાછળની આ સત્ય ઘટના હતી. આ એક સારવારનો ભાગ હતો જેમાં વડાપ્રધાનના આગમન અને તેની ઈજાના ભાગના ડ્રેસિંગને કોઈ લેવાદેવા નથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
જાણો હવે વિવાદ કેમ થયો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝિટ પહેલા મોરબી હોસ્પિટલને તાત્કાલિક ધોરણે રિનોવેટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આની સાથે દર્દીઓને મૂળભૂત સુવિધાઓ આપવાની શરૂ કરાઈ ગઈ હતી. જેમ કે સાફ બેડશીટ, તકિયા વગેરે.. આની ઘણી તસવીરો વાઈરલ થઈ જેમાં સમગ્ર હોસ્પિટલની કાયાપલટ કરાઈ ગઈ હતી. જ્યાં નવા વોટર કૂલર, નવા બેડ જોવા મળી રહ્યા હતા. જોકે ભાજપ દ્વારા આ અંગે કોઈ નિવેદન અપાયું નથી પરંતુ પ્રશાસને કહ્યું કે રૂટીન કામ જ હતું.
ADVERTISEMENT