Facebook પર હવે પૈસા આપીને મળશે બ્લૂ ટિક, ઝકરબર્ગે જણાવ્યું કેટલો ચાર્જ ચૂકવવો પડશે

નવી દિલ્હી: હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર બ્લુ ટિક મેળવવું વધુ સરળ બનશે. મેટા ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે આ અઠવાડિયે Facebook…

gujarattak
follow google news

નવી દિલ્હી: હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર બ્લુ ટિક મેળવવું વધુ સરળ બનશે. મેટા ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે આ અઠવાડિયે Facebook દ્વારા Meta Verified લોન્ચ કરવામાં આવશે. પૈસા આપવાથી બ્લુ ટિક મળી જશે અને એકાઉન્ટ પણ વેરિફાઈ થશે. આ પહેલા ટ્વિટરને લઈને ઈલોન મસ્ક દ્વારા પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે. ત્યાં પણ નિશ્ચિત રકમ આપીને બ્લુ ટિક મળી શકે છે.

લાંબા સમયથી ચાલતી હતી મેટા વેરિફાઈડની ચર્ચા
બ્લુ ટિકને લઈને ફેસબુક દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે તેવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. માર્ક ઝકરબર્ગની ટીમ Meta વેરિફાઈડ વિશે લાંબા સમયથી રિસર્ચ કરી રહી હતી. ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને હવે ઝકરબર્ગે ફેસબુકને લઈને આ મોટી જાહેરાત કરી છે. અહીં એ સમજવું જરૂરી છે કે સરકારી આઈડી વિના કોઈ પણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ વેરિફાઈ કરી શકશે નહીં. આ સિવાય વેબ અને iOS પ્લેટફોર્મ પર વેરિફિકેશન કરાવવા માટે અલગ પૈસા ચૂકવવા પડશે.

કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
ઝકરબર્ગે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, વેબ પર દર મહિને $11.99 એટલે કે લગભગ 1000 રૂપિયા ચૂકવવા પડશે અને iOS પર યુઝર્સને $14.99 એટલે કે 1,200થી વધુ ચૂકવવા પડશે. ઝકરબર્ગે કહ્યું છે કે, આ અઠવાડિયાથી અમે મેટા વેરિફાઈડ કરવાનું શરૂ કરીશું. આ એક સબ્સ્ક્રિપ્શન સેવા છે જેના દ્વારા તમે તમારું એકાઉન્ટ વેરિફાઇ કરાવી શકશો. તમારે માત્ર સરકારી IDની જરૂર પડશે. આ સેવાને કારણે, ફેક એકાઉન્ટની સમસ્યાથી વધુ સુરક્ષા મળશે, અમે ગ્રાહક સપોર્ટનો સીધો સંપર્ક કરી શકીશું, અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં ટૂંક સમયમાં આ સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યારે તે અન્ય દેશોમાં લાગુ કરવામાં આવશે.

ટ્વિટરે પણ વેરિફાઈડ એકાઉન્ટ માટે ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે
આ પહેલા ભારતમાં પણ ટ્વિટર બ્લુની સેવા શરૂ કરવામાં આવી હતી. કંપનીએ તેને 900 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતે લોન્ચ કર્યો છે. આ મર્યાદિત સમયની ઓફર છે. એટલે કે આવનારા સમયમાં તેની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. 900 રૂપિયાનું સબસ્ક્રિપ્શન ટ્વિટર એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે છે. વેબ યુઝર્સ માટે તેની કિંમત 650 રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવી છે. આ સાથે કંપની ઘણા ફીચર્સ પણ આપે છે.

    follow whatsapp