સંજયસિંહ રાઠોડ/ સુરતઃ બે મહિના પહેલા એક યુવકે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ અંગે વધુ તપાસ કરતા તેની ફેસબુક પોસ્ટ પરથી ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેમાં યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેની પત્ની અને સાળો યુવકને જબરદસ્તી ગૌમાસ ખવડાવતો હતો. ત્યારપછી તાવીજ પહેરાવીને રોહિતને સમગ્ર પરિવારથી અલગ કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
રોહિતની સુસાઈડ નોટ…
સુરતના ઉધના વિસ્તારમાં આત્મહત્યા કરનારા રોહિત રાજપૂત નામના યુવકની સંપૂર્ણ કહાની પર નજર કરીએ. તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે આજે હું આ દુનિયા છોડીને જાઉં છું. મારા મૃત્યુનું કારણ મારી પત્ની સોનમ અને તેનો ભાઈ અખ્તર અલી છે. મારા તમામ મિત્રોને વિનંતી છે કે મને ન્યાય આપો. મને મારી નાખવાની ધમકી આપીને ગાય માતાનું માંસ ખવડાવ્યું હતું. હું હવે આ દુનિયામાં જીવવાને લાયક નથી. એટલા માટે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. તમારો પોતાનો રોહિત સિંહ.
સમગ્ર ઘટનાક્રમની ટાઈમલાઈનઃ
જૂન 2022માં આત્મહત્યા કરનારા રોહિત રાજપૂતની આ સુસાઈડ નોટ મળ્યા બાદ મૃતક રોહિતના પરિવારજનોએ સુરતના ઉધના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને પુત્રની આત્મહત્યા પાછળ નવો ખુલાસો કર્યો હતો. સુરત શહેરના ઉધના વિસ્તારની પટેલ નગર સોસાયટીમાં રહેતા રોહિત અજીત પ્રતાપ સિંહે 27 જૂને બપોરે 2.30 કલાકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રોહિત રાજપૂત ઉધના વિસ્તારમાં રહેતી સોનમ અલી નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો જ્યારે બંને એક જ જગ્યાએ નોકરી કરતા હતા. આ પછી બંને વચ્ચે સંબંધ બંધાયો અને તેઓ લગ્ન કરવા માંગતા હતા.
પત્ની બળજબરી પૂર્વક ગૌમાસ ખવડાવતી
સોનમ અલગ ધર્મની હોવાથી રોહિત રાજપૂતના પરિવારે લગ્નનો ઇનકાર કર્યો હતો અને રોહિત રાજપૂતને ચેતવણી આપી હતી કે જો તે સોનમ સાથે લગ્ન કરશે તો પરિવારના સભ્યો તેની સાથેના સંબંધો તોડી નાખશે. પરંતુ, આખરે રોહિત ઉધના વિસ્તારના પટેલ નગરમાં ભાડેથી સોનમ સાથે રહેવા લાગ્યો હતો. રોહિત છેલ્લા એક વર્ષથી તેના પરિવારના સંપર્કમાં નહોતો. આ દરમિયાન રોહિતના સંબંધીએ રોહિતની માતાને ફોન કરીને જણાવ્યું કે રોહિતે બે મહિના પહેલા ફેસબુક પર એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે સોનમ અલી અને તેના ભાઈ અખ્તર અલીએ રોહિતને બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું હતું.
માતાએ ન્યાયની માગ કરી…
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રોહિતે સોનમ અલી સાથે લગ્ન કર્યા હતા. પત્ની સોનમ અલી અને તેના ભાઈ અખ્તર અલીના ત્રાસથી રોહિત રાજપૂતે 27 જૂન 2022ના દિવસે આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ 28 જૂનના રોજ રોહિતના મૃતદેહનો પણ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. મૃતક રોહિત રાજપૂતની ફેસબુક વોલ પર અપલોડ કરાયેલી આ સુસાઈડ નોટે તેના મૃત્યુ પાછળનું રહસ્ય ખોલ્યું છે. આવી સ્થિતિમાં હવે મૃતક રોહિત રાજપૂતની માતા વીણા દેવી પોતાના પુત્રના મોતના દોષિતોને સજાની માંગ સાથે ન્યાયની માંગ કરી રહી છે. જ્યારે બીજી બાજુ પોલીસે આ સમગ્ર ઘટનાક્રમ સમજી અત્યારે યુવકની પત્ની સોનમ અને સાળા અખ્તર અલી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT