સ્પાની આડમાં ભાડાની દુકાને થતાં દેહવેપારનો પર્દાફાશ, જાણો વિગતવાર..

સજંયસિંહ રાઠોડ/ સુરતઃ સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની પોલીસની ઈન્ટિ હ્યુમન્સ સ્કોડ દ્વારા રેડ પાડવામાં આવી…

gujarattak
follow google news

સજંયસિંહ રાઠોડ/ સુરતઃ સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની પોલીસની ઈન્ટિ હ્યુમન્સ સ્કોડ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે અહીં હાજર મહિલા મેનેજર સહિત 8 શખસોની ધરપકડ કરી લેવાઈ છે. નોંધનીય છે કે અત્યારે પોલીસે તમામ વિગતો મેળવવાની સાથે તપાસ કામગીરી હાથ ધરી દીધી છે.

સ્પાની આડમાં ગોરખધંધા…
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખધંધાઓ પર રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો સહિત કુલ 8 શખસોની અટકાયત કરી દીધી છે.

ભાડાની દુકાનોમાં કાળા કામ!
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સ્પા ચલાવતા 2 શખસોએ દુકાન ભાડે રાખી હતી. જેમાં દુકાન ભાડે રાખનારા બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં દેહવેપારનું કામ શરૂ કરાયું હતું. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો.

એજન્ટો ગ્રાહકોને લઈ આવતા..
કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. અત્યારે પોલીસે પણ આમાં સંડોવાયેલી 11 ભારતીય મૂળની મહિલાઓને મુક્ત કરાવી દીધી હતી. જ્યારે પકડાયેલા મહિલા મેનેજર સહિત કુલ 8ની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

    follow whatsapp