શક્તિસિંહ રાજપૂત/અંબાજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે સુપર એક્ટિવ રીતે વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવાની સાથે PM મોદીએ મા અંબાનાં આશીર્વાદ પણ લીધા હતા. તેમના આ પ્રવાસ દરમિયાન એક ખાસ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રદાન મોદી જ્યારે જ્યારે અંબાજી આવે છે ત્યારે માર્બલના આર્ટિસ્ટ નીલકમલ સોમપુરાની જરૂર મુલાકાત લે છે. જેમણ વર્લ્ડ કપ જીતની ખુશીમાં માર્બલની ટ્રોફીથી લઈ અંબાજી મંદિરનું સૌથી નાનું માર્બલનું મોડલ બનાવીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. ચલો PM મોદીનું માર્બલના આર્ટિસ્ટ સાથેના ખાસ કનેક્શન પર નજર કરીએ…
ADVERTISEMENT
અંબાજી આવે ત્યારે PM મોદી આમને અચૂક મળે છે…
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી કે જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે દિગ્ગજ નેતાઓ પણ માતાજીના દર્શન કરવા માટે આવે છે. ત્યારે PM નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના દિવસે અંબાજી ખાતે આવ્યા હતા અને અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને પરત ગયા હતા. 30 સપ્ટેમ્બરના દિવસે અંબાજી નજીક આવેલા ચીખલા ગામે જાહેર સભા સંબોધન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીના પ્રખ્યાત માર્બલના આર્ટિસ્ટ નીલકમલ સોમપુરા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાનને મળી ખાસ ભેટ
નીલકમલ સોમપુરાએ PM મોદીને માર્બલની યક્ષીની ભગવાનની મૂર્તિ ભેટ આપી હતી. ઉલ્લેખનીય છે કે 2014મા વડાપ્રધાન બનીને જ્યારે નરેન્દ્ર મોદી અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ત્યારે નીલકમલ સોમપુરા અને PM મોદીની મુલાકાત થઈ હતી. આ સમયે પણ નીલકમલ સોમપુરાએ વડાપ્રધાન મોદીને બુદ્ધ ભગવાનની મૂર્તિ ભેટ આપી હતી.
પોતાની આગવી કળાથી નામ બનાવ્યું..
ભારતીય ટીમે 2011નો વર્લ્ડ કપ જીત્યો ત્યારપછી ઉત્સાહભેર ઉજવણીઓ કરી હતી. ટીમના આગવા પ્રદર્શનની પ્રશંસા વિશ્વભરમાં થઈ રહી હતી. આ દરમિયાન નીલકમલ સોમપુરાએ વર્લ્ડ કપની ટ્રોફીને માર્બલની બનાવી હતી. જેના પરિણામે તેમની આ કળાથી લોકો ખુશ થઈ ગયા અને વિશ્વભરમાં જાણીતા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે માર્બલની આ ટ્રોફી પર સોનાના વરખ પણ ચઢાવવામાં આવ્યો હતો. વળી તેમાં અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરાયો હતો.
નીલકમલ સોમપુરા માર્બલના ફેમસ આર્ટિસ્ટ છે..
વડાપ્રધાન મોદી જે માર્બલના આર્ટિસ્ટની મુલાકાત લે છે તે વિશ્વમાં પોતાની આગવી કળાથી પ્રખ્યાત છે. વળી નીલકમલ સોમપુરાનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. 2004માં તેમને ઇન્ટરનેશનલ સ્ટોનાનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2004થી 2022 સુધી આ એવોર્ડ અત્યારસુધી કોઈ ગુજરાતીને મળી શક્યો નથી, એટલે નરેન્દ્ર મોદીને તેમના પ્રત્યે માન છે.
ADVERTISEMENT