EXCLUSIVE: રાજકારણમાં પાછળના બારણે પ્રવેશ મુદ્દે મેધા પાટકરનો સણસણતો ઘટસ્ફોટ, કહ્યું- કેજરીવાલ સાથે…

ગોપી ઘાંઘર/ અમદાવાદઃ ગુજરાતના રાજ્યમાં અત્યારે સૌથી વધુ ચર્ચિત કોઈ નામ હોય તો એ છે મેધા પાટકર… અત્યારે અર્બન નક્સલ મુદ્દાથી લઈને આમ આદમી પાર્ટીના…

gujarattak
follow google news

ગોપી ઘાંઘર/ અમદાવાદઃ ગુજરાતના રાજ્યમાં અત્યારે સૌથી વધુ ચર્ચિત કોઈ નામ હોય તો એ છે મેધા પાટકર… અત્યારે અર્બન નક્સલ મુદ્દાથી લઈને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના સંભવિત ચહેરાનો મુદ્દો ઘણો ચર્ચિત થઈ રહ્યો છે. આ દરમિયાન મેધા પાટકરનું નામ જોરશોરથી રાજકારણમાં ઉછળી રહ્યું છે. તેવામાં ચૂંટણી પહેલા મેધા પાટકરને અર્બન નક્સલ સહિત નર્મદા આંદોલનને ટાંકીને ભાજપ ઘેરી રહી છે. એ મુદ્દે ગુજરાત તકે તેમની સાથે ખાસ ચર્ચા કરી હતી. જેમાં તેમણે રાજકારણમાં પાછળના બારણે એન્ટ્રીથી લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ચલો સમગ્ર વાતચીતના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ….

અર્બન નક્સલ એ એક વિચિત્ર રાજકીય શબ્દ છે- મેધા પાટકર
મેધા પાટકરે જણાવ્યું કે આ માત્ર ચૂંટણી પહેલાનું રાજકરણ છે. આ અર્બન નક્સલ એ એક વિચિત્ર રાજકીય શબ્દ બની ગયો હોય એમ લાગી રહ્યું છે. હું અને મારા જેવા સામાજિક કાર્યકર્તાઓ પોતાનું સમગ્ર જીવન ગ્રામ્ય વિકાસ અને તેમના જીવનશૈલીને સુધારવા પાછળ ખર્ચ કરતા આવ્યા છીએ. અમે અત્યારસુધી આદિવાસીઓની તરફેણમાં મોટાભાગના મુદ્દાઓ પર કાર્ય કર્યું છે. તેમને એક સારુ જીવન અપાવવા માટે અમે સતત કાર્યરત રહ્યા છીએ.

ભાજપ અને AAPના જંગમાં મને નર્મદા વિરોધી ઠેરવ્યા
મેધા પાટકરે જણાવ્યું કે અમારી રણનીતિમાં દંગા રાજનીતિ નથી આવતી. અત્યારે અમને નર્મદા વિરોધી કહેવામાં આવી રહ્યું છે. હું તો એ પાર્ટીની સભ્ય પણ નથી અત્યારે આનો ઘટસ્ફોટ અરવિંદ કેજરીવાલ જ કરી શકે છે. ભાજપ અમારા પર આક્ષેપો લગાવીને આમ આદમી પાર્ટીની વોટ બેન્ક તોડવાના પ્રયાસમાં છે. મને મુખ્યમંત્રીનો સંભવિત ચહેરો બતાવીને આ અલગ રાજનીતિ રમાઈ રહી હોવાનો સંકેત પણ મેધા પાટકરે આપ્યો હતો.

મેધા પાટકરે રાજકારણમાં પાછળના બારણે પ્રવેશ મુદ્દે અમિત શાહ પર સાધ્યું નિશાન
મેધા પાટકરે ગુજરાતના રાજકારણમાં પાછળના બારણેથી એન્ટ્રી કરવા મુદ્દે અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે મને તો જાણ નથી કે આ દરવાજામાં એન્ટ્રી કેવી રીતે થાય. અમિત શાહે જ જણાવવું પડશે કે સૌથી પહેલા તો આ પાછળનું બારણું છે ક્યાં અને આનો રૂટ શું છે. શું આ રસ્તો પાકિસ્તાન તરફથી કે પછી બાલાસોરમાંથી નીકળે છે? મેધા પાટકરે જણાવ્યું કે મારે પાછળના બારણે રાજકારણમાં પ્રવેશવાની જરૂર જ નથી. હું આમ આદમી પાર્ટીનો અત્યારે ભાગ જ નથી તો કેવી રીતે મને મુખ્યમંત્રીનો સંભિવત ચહેરો બનાવી શકાય.

  • મેધા પાટકરે વધુમાં જણાવ્યું કે ભાજપને આ ચૂંટણીમાં જનતા જવાબ આપશે. જે પ્રમાણે વોટ થશે એની સીધી અસર આ વિધાનસભા ચૂંટણીના પરિણામો જોવા મળી શકે છે.

અરવિંદ કેજરીવાલ સાથે મારે કોઈ સંપર્ક થતો નથી- મેધા પાટકર
મેધા પાટકરે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સાથેના સંપર્કની વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી હું તેમના સંપર્કમાં આવી શકી જ નથી. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે અગાઉ રાજકારણમાં ન પ્રવેશવાનો સંકલ્પ લીધો હતો છતા તે રાજકારણમાં જોડાયા હતા. મેધા પાટકરે જણાવ્યું કે હવે આ તો વિચારોમાં પરિવર્તન પણ આવી શકે છે. અત્યારે રાજકારણમાં વિવિધ નેતાઓના વિચારો પણ બદલાતા જોવા મળી રહ્યા છે. ઘણા નેતાઓ પાર્ટીઓ બદલતા હોય છે અને કેટલીક પાર્ટીઓ અન્ય નેતાઓને પોતાની પાર્ટીમાં જોડે છે. આમાં નેતાઓના વિચાર સતત બદલાતા રહે છે. વિચારધારામાં પરિવર્તન આવવું સામાન્ય છે.

મેધા પાટકરે વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીનો જે ગુજરાતમાં હોલ્ડ છે એને જોતા હવે મારા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ ચેસની ગેમ નથી એક અનૈતિક રાજકીય દાવપેચ વાળી ગેમ છે, જેમાં હું પડવા જ માગતી નથી.

ગામડાઓ જ નહીં શહેરના પછાત વિસ્તારોના વિકાસ માટે અમે સતત કાર્યરત- મેધા પાટકર
ગુજરાત તક સાથેની વાતચીતમાં મેધા પાટકરે વધુમાં જણાવ્યું કે અમે માત્ર ગામડાઓમાં જ વિકાસના કાર્યો હાથ ધર્યા નથી. શહેરોમાં પણ એવા ઘણા વિસ્તારો છે જે થોડા પછાત છે. અમે અહીં પણ મોટાપાયે કાર્યો કરતા આવ્યા છીએ. મુંબઈમાં જ્યારે 75 હજાર ઘરોને નષ્ટ કરાયા હતા એ મુદ્દાને ટાંકીને મેધા પાટકરે જણાવ્યું કે એ સમયે અમે સ્થાનિકોની મદદે આવ્યા હતા. અમે રૂરલ-અર્બન કહેવા જોઈએ.

    follow whatsapp