EXCLUSIVE: ગુજરાતમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી, આ રહ્યા પાક્કા સમાચાર…

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીના મેદાનમાં ધસી આવી છે. આ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીના મેદાનમાં ધસી આવી છે. આ દરમિયાન હવે ભાજપના ગઢમાં કઈ પાર્ટી ટક્કર આપશે એ જોવાજેવુ રહેશે. નોંધનીય છે કે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. અહેવાલો પ્રમાણે ઈલેક્શન કમિશન સપ્ટેમ્બરના અંત સુધીમાં અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. અગાઉ ઈલેક્શન કમિશનની ટીમ સપ્ટેમ્બરના મધ્યમાં ગુજરાત આવી શકે છે.

સરદાર પટેલના જન્મદિવસ પછી કાર્યક્રમની જાહેરાત થઈ શકે
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ એકતા દિવસની ઉજવણી કરાશે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દિવસ ઉજવ્યા પછી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. વળી અહેવાલોની વિગતો પર નજર કરીએ તો 2 તબક્કાની અંદર અહીં ચૂંટણીનું આયોજન થઈ શકે છે. જેમાં બિનસત્તાવાર તારીખો પણ બહાર આવી છે એને જોતા નવેમ્બરના છેલ્લા અને ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે. જોકે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સ્ટેચ્યુ ઓફ યૂનિટી પરથી કરવામાં આવી શકે છે.

  • ચૂંટણી પંચ પાસે ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા હોય છે. તેઓ ન્યાયી અને મુક્ત ચૂંટણીઓના આયોજન માટે સતત કાર્યરત રહે છે.

કેજરીવાલે બેક ટુ બેક ગેરન્ટી આપી કમર કસી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસનો આજે મંગળવારે ત્રીજો દિવસ છે. આજે કેજરીવાલે ગુજરાતને વધુ એક ગેરંટી આપી છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભય મુક્તે શાસન આપીશું.

નિર્વિવાદિત છબીવાળા ભૂપેન્દ્ર પટેલ પર હવે ચૂંટણી પાર પાડવાની મોટી જવાબદારી
ભૂપેન્દ્ર પટેલ સરકારનું (Bhupendra Patel) આજે મંગળવારે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ગત વર્ષે આખે આખી રૂપાણી સરકારને બદલીને ભાજપ હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. અને 13મી સપ્ટેમ્બરના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું 1 વર્ષ પૂરું થવા પર 3 દિવસ સુધી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત વિશ્વાસથી વિકાય યાત્રા હેઠળ નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે હવે આગામી સમયમાં તેમની સામે વિધાનસભાની ચૂંટણી પાર પાડવાની મોટી જવાબદારી હશે.

    follow whatsapp