અમદાવાદ: શહેરમાં આજથી સીલિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે કોર્પોરેશનની ટીમ આજે ટેક્સ વસૂલાત માટે રાજપથ ક્લબ પાછળ ટેક્સ વસુલાત કરવા પહોંચી હતી. ત્યારે AMCની કલેક્શન ટીમ પર હુમલો કરાયો હોવાનો બનાવ બન્યો છે. હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતો મુજબ હુમલો કરનાર વ્યક્તિ નિવૃત્ત IAS અધિકારીનો દીકરો છે. હાલ વીડિયો સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
બાકી ટેક્સની વસૂલાત માટે ગઈ હતી AMCની ટીમ
વિગતો મુજબ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રાજપથ ક્લબ રોજ પર એરોન સ્પ્રેક્ટ્રા નામની બિલ્ડીંગમાં AMCના કલેક્શન ખાતાના અધિકારીઓ આજે સવારે ટેક્સ વસૂલાતની કામગીરી માટે ગયા હતા. દરમિયાન ઓફિસનો ટેક્સ બાકી હોવાથી કર્મચારીઓ ત્યાં પહોંચતા જ ઓફિસ માલિક અંદરથી ઉશ્કેરાટ સાથે હાથમાં કાચનો ક્લાસ અને છરીને લઈને દોડી આવ્યો અને એક કર્મચારી પર હુમલો કરી દીધો. કર્મચારીના માથામાં કાચનો ગ્લાસ માર્યો, છરીથી હુમલાનો પ્રયાસ કર્યો. જેમાં કર્મચારીને હાથમાં છરી વાગી હતી. આથી AMCના કર્મચારીએ બોડકદેવ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ બંદોબસ્ત સાથે ટેક્સ વસૂાલતની કામગીરી કરવી પડે તેવી સ્થિતિ
નિવૃત્ત અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠીનો દીકરો ટેક્સની વસૂલાત માટે આવેલા અધિકારીઓને જોઈને રોષે ભરાયો હતો. અને સ્ટાફ પર ચાકુ લઈને તૂટી પડ્યો હતો. હુમલાની ઘટનાને પગલે હવે ટેક્સ વસૂલાતની કામગીરી કરનારા કોર્પોરેશનના અધિકારીઓ માટે પણ પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગની કામગીરી કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT