ભાર્ગવી જોશી/જૂનાગઠ: સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ ભાજપની ચિંતા વધી રહી છે. ટિકિટ ન મળતા એક પછી એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢની પાંચ બેઠકોમાંથી કેશોદ બેઠકમાં પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપી અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે ભાજપના સ્થાનિક ઉમેદવારની ચિંતા વધી શકે છે.
ADVERTISEMENT
કેશોદમાંથી પૂર્વ ધારાસભ્ય પત્તું કપાતા નારાજ
કેશોદ બીજેપીમાં અરવિંદ લાડાણીએ આજે રાજીનામું આપી દીધું છે. તેઓ 2012માં ભાજપમાંથી વિજેતા બન્યા હતા. શહેર માટે સારા કામો કર્યા હોવાનો દાવો તેમણે કર્યો છે અને છતાં ટિકિટ ન મળતા નારાજ થઈ પક્ષ છોડી રહ્યા છે. હાલમાં જ જાહેર થયેલા બીજેપીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતાં પોતાનું નામ તેમાં નહિ આવતા અરવિંદ લાડાણા નારાજ જોવા મળી રહ્યા છે. કેશોદમાં બીજેપીએ દેવા માલમને ટિકિટ આપી છે અને તેમની જીત એવા અરવિંદ લાડાણીએ અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લેતા હવે દેવા માલમ માટે મુશ્કેલ સમય આવે તેમ છે.
14મી તારીખે અપક્ષથી ફોર્મ ભરશે
આ મુદ્દે અરવિંદ લાડાણી જણાવ્યું હતું કે, મેં ભાજપમાંથી 2022ની વિધાનસભાની ચૂંટણી લડવા ટિકિટ માગી હતી, પરંતુ પાર્ટીના અનિવાર્ય સંજોગોના કારણે મને ટિકિટ અપાઈ નથી. પાર્ટીનો નિર્ણય સરઆંખો પર છે. ભાજપના આ નિર્ણયથી કેશોદમાં સર્વ સમાજમાં રોષની લાગણી ઊભી થઈ છે. કેશોદના સર્વ સમાજના લોકો અને કાર્યકરોએ મારી પાસે આવીને મને અપક્ષમાંથી ફોર્મ ભરવાની ફરજ પાડી છે. 2012થી 2017 લોકોના કામ કર્યા છે અને ધારાસભ્ય નહોતો ત્યારે પણ લોકોની સેવા કરી છે. પરંતુ મારી ફરજ એવી છે કે મારે હવે કેશોદના વિકાસ માટે અપક્ષ ફોર્મ ભરવું પડશે. હું 14 તારીખે મારું ફોર્મ ભરીશ.
ADVERTISEMENT