માજી સૈનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું, મેડલ રાજ્યપાલને સોંપી વિરોધ પ્રદર્શન કરશે

ગાંધનીગરઃ માજી સૈનિકોએ પોતાની વિવિધ માગોને લઈને આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન એક માજી સૈનિકના જવાન શહીદ થઈ જતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું.…

gujarattak
follow google news

ગાંધનીગરઃ માજી સૈનિકોએ પોતાની વિવિધ માગોને લઈને આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન એક માજી સૈનિકના જવાન શહીદ થઈ જતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેવામાં હવે ગાંધીનગર ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ હવે વિરોધ નોંધાવવા માટે મેડલ પરત કરવાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી તેમની માગો નહીં સંતોષાય ત્યાં સુધી માજી સૈનિકો આંદોલન ચાલુ રાખશે એવી ચીમકી ઉચ્ચારી છે. થોડા દિવસ અગાઉ માજી સૈનિકોએ ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસને ધક્કે ચડાવ્યો હતો.

માજી સૈનિકોનો વિરોધ વધુ ઉગ્ર
નિવૃત્ત આર્મી જવાનો પોતાની વિવિધ માગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં શનિવારે સરકાર સાથે તેમણે બેઠક કરી હતી. જોકે આ બેઠક દરમિયાન તેમની માગ અંગે કોઈ ખાસ નિર્ણય લેવાયો નહીં, જેના કારણે તેમનામાં અસંતોષની લાગણી ફેલાઈ ગઈ હતી. તેવામાં હવે માજી સૈનિકો વિરોધ નોંધાવવા માટે મેડલ પરત કરશે એવી જાહેરાત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં રાજ્યપાલને મેડલ પરત સોંપવાની જાહેરાત કરાઈ શકે છે.

પોલીસ અધિકારીને ધક્કે ચડાવ્યો
નિવૃત આર્મી જવાનોએ પોતાની વિવિધ માગોને લઈને આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન એક માજી સૈનિકના જવાન શહીદ થઈ જતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેવામાં ચિલોડા ખાતે મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનોએ પોલીસ અધિકારીને ઘેરી લીધો હતો. ત્યારપછી રોષે ભરાયેલા જવાનોએ તેને ધક્કો ચઢાવી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે આર્મી જવાન શહીદ થયા પછી તેઓ ધરણા પર બેઠા છે.

નિવૃત્ત જવાનો પ્રદર્શન હજુ ચાલુ રાખશે
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ હોસ્પિટલ ખાતે વધુ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નિવૃત્ત આર્મીના જવાનોએ વિનંતી કરતા શહીદ જવાનના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર અર્થે લઈ જવાની અનુમતિ અપાઈ હતી. જોકે નિવૃત્ત આર્મી જવાનોએ આ બાદ પણ પોતાનું વિરોધ પ્રદર્શન આગળ ચાલુ રાખવા માટે જણાવ્યું હતું.

    follow whatsapp