સર્વે મુજબ ગુજરાતમાં 3થી 5 સીટો જીતવા છતાં AAPએ કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધારી દીધું, વોટ શેરમાં…

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections) હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણીની તારીખ પણ આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections) હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણીની તારીખ પણ આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં ABP C-વોટરના સર્વેમાં ચોંકાવનારા પરિણામે સામે આવ્યા છે. આ સર્વેના પરિણામો મુજબ ગુજરાતમાં આ વખતે પણ ભાજપનું જ કમળ ખીલશે, જ્યારે કોંગ્રેસ અને AAPના સૂપડા સાફ થઈ જશે. આ સર્વેના પરિણામોથી સૌથી વધારે ચિંતા ભાજપ કે AAPને નહીં પરંતુ કોંગ્રેસને હશે, કારણે તેને માત્ર 32થી 48 વચ્ચે બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે તેને જોતા આ બેઠકો હજુ પણ ઘટી શકે છે.

AAPની વધતી લોકપ્રિયતાથી કોંગ્રેસની ઊંઘ ઉડી!
ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર જંપલાવી રહેલી આમ આદમી પાર્ટી સર્વેના પરિણામો મુજબ કંઈ ખાસ તો ઉકાળી નહીં શકે પરંતુ કોંગ્રેસના વોટ શેર ચોક્કસથી તોડશે. સર્વેમાં ભાજપનો વોટ શેર પણ ઘટ્યો છે. ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે. ત્યારે નંબર-2 માટે કોંગ્રેસ અને આપમાં હજુ ભારે રસાકસી રહેશે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે એમ તેનો વોટ શેર પણ વધી રહ્યો છે. તે ભાજપની સામે કોંગ્રેસના વધારે વોટ તોડી રહી છે.

AAPના 100 સમર્થકોમાંથી 75 કોંગ્રેસના અને 25 ભાજપના
C-વોટર સર્વે એજન્સીના ડાયરેક્ટર યશવંત દેશમુખે ABP અને C-વોટરના સર્વેના પરિણામો બાદ એક ટ્વિટ કર્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના વોટોમાં દર અઠવાડિયે જબરજસ્ત વધારો થઈ રહ્યો છે. જો તેનો ગ્રાફ આવી જ રીતે વધતો રહ્યો તો આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે મોટો માથાનો દુઃખાવો બની શકે છે. હાલમાં AAPને મળી રહેલા સમર્થકોમાં 25 જો ભાજપમાંથી હોય તો 75 કોંગ્રેસમાંથી છે. જે સામાન્ય બાબત નથી.

ભાજપ-કોંગ્રેસ બંનેના વોટ શેરમાં થઈ શકે ઘટાડો
ABP C-વોટરના સર્વે મુજબ આગામી ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 46.8 ટકા રહી શકે છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 32.8 ટકા જ રહેવાનો અંદાજ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો 17.4 ટકા વોટ શેર રહી શકે છે અને અન્યને 3.55 ટકા વોટ મળી શકે છે. 2017ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 49.1 ટકા હતો જ્યારે કોંગ્રેસનો 41.5 ટકા. પરંતુ આ વખતે AAPના આવવાથી બંને પાર્ટીના વોટશેરમાં ઘટાડો થશે. સર્વે મુજબ ભાજપને વધુ નુકસાન નહીં થાય પરંતુ કોંગ્રેસના વોટ શેરમાં 9 ટકા જેટલો મોટો ઘટાડો થઈ શકે છે. એટલે આપ કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાનું વધારે વર્ચસ્વ જમાવી રહ્યું છે.

    follow whatsapp