વોશિંગ્ટન: ટેલ્સાના સીઈઓ એલન મેસ્ક (Elon Musk) ટ્વિટરના (Twitter) નવા માલિક બની ગયા છે. રોઇટર્સની રિપોર્ટ મુજબ, એલન મસ્કના માલિક બન્યા બાદ જ ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ અને CFO નેડ સેગલને કંપનીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં કંપનીના હેડક્વાર્ટરમાંથી પણ તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
એલન મસ્કે કેટલામાં ખરીદ્યું ટ્વિટર?
એલન મસ્કે આ વર્ષે 14 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 54.2 ડોલર પ્રતિ શેરના રેટથી 44 અબજ ડોલરમાં તેને ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ ત્યારે સ્પેમ અને ફેક એકાઉન્ટ્સના કારણે તેમણે ડીલને હોલ્ડ પર મૂકી દીધી હતી. આ બાદ 8મી જુલાઈએ મસ્કે ડીલ તોડવાનો નિર્ણય લીધો. આ વિરુદ્ધ ટ્વિટર કોર્ટમાં પહોંચ્યું હતું. પરંતુ ફરી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી ડીલને પૂરી કરવા તૈયાર થઈ ગયા. આ વચ્ચે ડેલાવેયર કોર્ટે 28 ઓક્ટોબર સુધી ડીલ પૂરી કરવાનો આદેશ કર્યો હતો. એલન મસ્કે એક દિવસ પહેલા જ ઓફિસમાં પહોંચીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
કેમ બહાર કરાયા પરાગ અગ્રવાલ?
સમાચાર એજન્સી રોયટર્સે આ મામલે જોડાયેલા લોકો માધ્યમથી જણાવ્યું કે, મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ અને લીગલ અફેર-પોલિસી હેડ વિજયા ગાડ્ડેને બહારનો રસ્તો દેખાડી દીધો છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સને લઈને તેમને અને ટ્વિટરના રોકાણકારોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સૂત્રો મુજબ, જ્યારે ટ્વિટર સાથે એલન મસ્કે ડીલ પૂરી કરી ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં જ ઉપસ્થિત હતા. આ બાદ તેમને ઓફિસમાંથી બહાર કરી દેવામાં આવ્યા. જોકે આને લઈને ટ્વિટર, એલન મસ્ક અથવા કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
75 ટકા કર્મચારીઓની નોકરી જઈ શકે છે
થોડા દિવસો પહેલા જ ખબર આવી હતી કે મસ્કની ટ્વિટરમાં એન્ટ્રી બાદ કંપનીના કર્મચારીઓની નોકરી જઈ શકે છે. વોશિંગ્ટન પોસ્ટે ઈન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ્સના હવાલાથી કહ્યું હતું કે, મસ્ક ટ્વિટરને ખરીદ્યા બાદ કંપની 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
ADVERTISEMENT