નવી દિલ્હીઃ વર્ષ 2022માં ઘણા મુદ્દાઓ ચર્ચિત રહ્યા છે. જેમાં એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય તો બીજી બાજુ વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન એલોન મસ્ક અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વચ્ચે થયેલી ડીલ પણ ઘણી ચર્ચામાં રહી હતી. જોકે ઘણા ઉતાર-ચઢાવ પછી અત્યારે ટ્વિટરની કમાન એલોન મસ્ક પાસે છે. જોકે આવું થયા પછી સૌથી મોટો અને પહેલો ફટકો કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને પડ્યો, પરંતુ મસ્ક અને પરાગ વચ્ચે કેમ વિવાદ હતો તથા કઈ બાબતને લઈને એના પર વિગતવાર ચર્ચા કરીએ…
ADVERTISEMENT
પરાગ અગ્રવાલે તંજ કસ્યો હતો…
ટ્વિટરથી બહાર કાઢવામાં આવેલા ભારતીય મૂળના પરાગ અગ્રવાલ શરૂઆતથી જ મસ્ક વિરૂદ્ધ ઘણી ચર્ચામાં સંડોવાયેલા રહ્યા છે. મસ્કે જ્યારે ટ્વિટર માટે બોલી લગાવી ત્યાર પછીથી જ કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ સાથે તેમને વિવાદ થવાનું શરૂ થઈ ગયું હતું. વળી એલોન મસ્કે જ્યારે ટ્વિટર ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારે પરાગ અગ્રવાલે ઘણા એવા નિવેદનો આપ્યા હતા, જેના કારણે બંને વચ્ચેનો અણબનાવ ઉજાગર થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે પરાગ અગ્રવાલે આ ડીલની જાહેરાત થઈ એના પછી તાત્કાલિક ધોરણે કર્મચારીઓને ટાઉનહોલમાં કહ્યું હતું કે કંપનીનું ભવિષ્ય અંધારામાં છે, ખબર નથી હવે કે આગળ શું થશે.
પહેલાથી પરાગના ભવિષ્ય વિશે ચર્ચા થઈ ગઈ હતી?
પરાગ અગ્રવાલે આપેલા આવા નિવેદન પછી અટકળો વહેતી થઈ હતી કે જો મસ્ક ટ્વિટર ડીલ ફાઈનલ કરશે તો પરાગની છુટ્ટી થઈ જશે. અને એવું જ કઈક થયું, શુક્રવારે 28 ઓક્ટોબર 2022ના દિવસે મસ્કે ટ્વિટર ડીલ ફાઈનલ કરી અને એક્શન મોડમાં આવતાની સાથે જ સૌથી પહેલા પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવી દીધો હતો. આની સાથે જ કંપનીના CFO નેડ સેગલને પણ બહાર કાઢ્યા હતા. આના સિવાય પોલિસી, ટ્રસ્ટ અને સેફટી વિભાગનના હેડ વિજયા ગુડ્ડેને પણ નિકાળી દીધા હતા.
એક વર્ષ પણ CEO રહી શક્યા નહીં
ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ગત ડિસેમ્બર 2021માં જ ટ્વિટરના CEO બન્યા હતા. અગ્રવાલે લગભગ 10 વર્ષ પહેલા સોફ્ટવેર એન્જિનિયર તરીકે ટ્વિટર જોઈન કર્યું હતું અને 2017માં તે કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર બની ગયા હતા. ત્યાર પછી જેક ડોર્સીના રાજીનામા આપ્યા પછી પરાગ અગ્રવાલને કંપનીના CEO બનાવાયા હતા. પરંતુ જોતજોતામાં એલોન મસ્કે ટ્વિટર ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો અને એક વર્ષની અંદર પરાગ અગ્રવાલની કંપનીમાંથી છુટ્ટી થઈ ગઈ છે.
એલોન મસ્કે મોટો આરોપ લગાવ્યો..
એલોન મસ્ક દ્વારા ટ્વિટર ડીલને કેન્સલ કરવાની જાહેરાત પછી પરાગ અગ્રવાલ વધારે સામે આવી ગયા હતા. વળી ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટની સંખ્યા અંગે પરાગ અગ્રવાલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને ટ્વિટરના નિવેશકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો. મસ્ક પાસે 27 ઓક્ટોબર 2022 સુધી 44 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદવાનો અથવા કોર્ટ ટ્રાયલનો સામનો કરવાની ડેડલાઈન હતી. જોકે એલોન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વીટ કર્યું હતું કે પક્ષી આઝાદ થઈ ગયું છે…
ADVERTISEMENT