આ નવરાત્રી શું અંધારપટ્ટ છવાઈ જશે? વીજ કર્મીઓએ સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી

હેતાલી શાહ/ખેડાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ હવે સરકારી કર્મચારીઓ પોતાની માંગણીને સંતોષવા માટે સરકાર સામે બાયો ચડાવી રહ્યા…

gujarattak
follow google news

હેતાલી શાહ/ખેડાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ હવે સરકારી કર્મચારીઓ પોતાની માંગણીને સંતોષવા માટે સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે. આજે મંગળવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નેજા હેઠળની સંલગ્ન વીજ કંપનીમાં વર્ગ ત્રણ અને ચારના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે જો માંગણી નહીં સંતોષાય તો નવરાત્રીમાં અંધારપટ્ટ છવાઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અધિકારીઓએ નવરાત્રીમાં અંધારપટ્ટની ચીમકી ઉચ્ચારી
અત્યારે કલેક્ટર કચેરી ખાતે વિવિધ શાખાના કર્મચારીઓનો આવેદનપત્ર આપવાનો સિલસિલો ખૂબ જ જામી ગયો હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયગાળાથી કોઈને કોઈ કર્મચારી સંગઠન પોતાની માંગણીઓ લઈ કલેકટર કચેરીએ પહોંચી જાય છે. આજે મંગળવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નેજા હેઠળની સંલગ્ન વીજ કંપનીમાં વર્ગ ત્રણ અને ચારના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આશરે 3000 જેટલા કર્મચારીઓ પોતાની રજૂઆતો લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે જો અમારી માંગણી પૂરી નહીં થાય તો નવરાત્રીમાં અંધારપટ્ટ છવાઈ જશે.

મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદન પત્ર પાઠવાયું
ગુજરાતમાં પોતાની પડતર માંગણીઓને લઈને હવે સરકારી કર્મચારીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નેજા હેઠળની સંલગ્ન વીજ કંપનીમાં વર્ગ ત્રણ અને ચારના ટેકનિકલ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે છેલ્લા ઘણા વર્ષોથી કરેલી પડતર માંગણીઓ હજુ સુધી ન સંતોષાઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે આ દરમિયાન ટેકનિકલ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક આવેદન પત્ર પણ પાઠવી દીધું હતું.

મુખ્યમંત્રીને ઉદ્દેશી પાઠવવામાં આવેલા આવેદનપત્રની 6 માંગણીઓ…

  • 1) વર્ગ-4 માંથી વર્ગ-3માં વિસંગતતા દૂર કરવી
  • 2) પરીપત્રોની વિસંગતતા દૂર કરવી
  • 3) લાઈફ રિસ્ક એલાઉન્સ આપવા મુદ્દે રજૂઆત કરાઈ
  • 4) ફિલ્ડ એલાઉન્સ આપવા માટે અપિલ કરાઈ
  • 5) ઓવર ટાઈમ તથા કામના કલાક બાબતે વિગતવાર નોંધ આપી
  • 6) VS ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરતી બાબતે રજૂઆત કરાઈ

કોવિડના 2 વર્ષ પછી ફરીથી નવરાત્રીનો રંગ જામ્યો
નવરાત્રીના તહેવારની શરૂઆત થવા જઈ રહી છે, એને જોતા હવે ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોવિડના 2 વર્ષ પછી હવે નવરાત્રી માટે ખેલૈયાઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અત્યારે કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને સરકાર સામે બાયો ચડાવી સામે ઉતરી ગયા છે. જોકે કર્મચારીઓએ સરકારને ભીંસમાં લેવા માટે નવરાત્રીમાં અંધારપટ્ટ કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે. તેવામાં હવે જોવાજેવું એ રહેશે કે સરકાર આ તમામ કર્મચારીઓની માગ સામે કેવી રીતે એક્શન લેશે…

    follow whatsapp