આ તારીખે જાહેર થઈ શકે છે ચૂંટણી, 8 ડિસેમ્બરે ગુજરાતનું ચિત્ર થશે સ્પષ્ટ

સંજય શર્મા, દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર વહીવટી અધિકારીઓની બદલી બાદ હવે…

gujarattak
follow google news

સંજય શર્મા, દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર વહીવટી અધિકારીઓની બદલી બાદ હવે આ છેલ્લી અડચણ પણ દૂર થઈ ગઈ છે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ નવેમ્બરના પ્રથમ દિવસે થઈ શકે છે. ચૂંટણી પંચ 1લી કે 3જી નવેમ્બરના રોજ બપોરે ચૂંટણી કાર્યક્રમના પત્તા ખોલે તેવી પ્રબળ શક્યતા છે.

બે તબ્બકામાં થશે મતદાન
ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર વહીવટી અધિકારીઓની બદલી બાદ હવે આ છેલ્લી અડચણ પણ દૂર થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાના છે. ગુજરાતના પરિણામો પણ જાહેર કરવાની યોજના છે. તેથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ બે તબક્કામાં મતદાન થશે. મતદાનનો પ્રથમ તબક્કો 1 અથવા 2 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 4 અથવા 5 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે.

પ્રચાર માટે મળશે આટલો  સમય
2017માં હિમાચલ પ્રદેશ માટે 12 ઓક્ટોબરે અને ગુજરાત માટે 13 દિવસ પછી 25 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી હતી. આ વખતે 13 દિવસનું અંતર વધીને 21 દિવસ થઈ શકે છે. ઉમેદવારો અને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટે કદાચ 25 થી 30 દિવસનો સમય મળશે. ચૂંટણી પણ ચૂંટણી માટે વધુ સમય નહીં આપે. જેટલો સમય જરૂરી હશે તેટલો આપવામાં આવશે.

    follow whatsapp