અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણવા જેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ ગુજરાતની ચૂંટણી જીતવા માટે દિવસ રાત એક કરી દીધા છે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી પૂરું ફોકસ કર્યું છે. દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત પર તેમની નજર છે. આ દરમિયાન ગુજરાતની જનતા નક્કી કરશે કે કોને સત્તા સોંપવી. વિધાનસભાની લીંબડી બેઠકના અત્યાર સુધીના ઈતિહાસની વાત કરીએ તો આ બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. જોકે, આ બેઠક પરથી ભાજપના કિરીટસિંહ રાણા મોટાભાગે ચૂંટણી લડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી પટેલ મતદારો મોટી સંખ્યામાં હોવાથી તેમની અવગણના કોઈપણ પક્ષ માટે નુકસાનકારક બની શકે છે. અહીં અન્ય સમાજના લોકોનું વર્ચસ્વ પણ જોવા મળે છે જેને અવગણી શકાય તેમ નથી. સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની ગણાય છે. AAP મતદારોનું વિભાજન કરી બેઠક જીતવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
જાતીગત સમીકરણ
સુરેન્દ્રનગર જીલ્લામાં કોળી પટેલ મતદારોની સંખ્યા વધારે છે. અહીં અન્ય સમાજના લોકોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે જેની પણ અવગણના કરી શકાય તેમ નથી. જો કે આ બેઠક જીતવા માટે કોળી પટેલ સમાજને સાથે રાખવા ખૂબ અગત્યના પુરવાર થઈ શકે છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. ભાજપ અને કોંગ્રેસના મતોનું વર્ગીકરણ કરવા આમ આદમી પાર્ટી મેદાને છે.
મતદારોની સંખ્યા
61 વિધાનસભા ક્રમાંક ધરાવતી લીંબડી વિધાનસભામાં કુલ 2 ,87,549 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાતાઓમાં 1,51,113 પુરુષ મતદારો છે. જ્યારે 1,36,432 મહિલા મતદાતા અને અન્ય 4 મતદારોનો સમાવેશ થાય છે.
2017નું મતદાન અને પરિણામ
લીંબડી મતવિસ્તારમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 63.11% મતદાન નોંધાયું હતું અને આ બેઠક માટેનું મતદાન ચૂંટણીના તબક્કા 1માં 9 ડિસેમ્બર, 2017ના રોજ યોજાયું હતું.
રસપ્રદ રાજકીય ઇતિહાસ
2012માં સૌથી વધુ મતદાન 69.89 ટકા થયું હતું. જયારે સૌથી ઓછું મતદાન 1972માં 45.52 ટકા થયું હતું. આ બેઠક પર મોટાભાગની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. વર્ષ 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ અત્યાર સુધીમાં સૌથી વધુ 19 હજાર 743 મતની લીડથી જીત્યા હતા.
2 ટર્મમાં 4 ચૂંટણી યોજાઇ
2012માં કોંગ્રેસ આ બેઠક જીતી હતી પરંતુ તે જ વર્ષે પેટાચૂંટણી આવી અને 2013માં ભાજપે આ બેઠક જીતી લીધી. બાદમાં 2017માં આ સીટ કોંગ્રેસ જીતી હતી પરતું ફરી સોમા ગાંડા પટેલે રાજીનામું આપ્યું અને ફરી આ બેઠક ભાજપના હાથમાં આવી. આમ છેલ્લા 10 વર્ષમાં 4 વખત આ બેઠક પર ચૂંટણી યોજાઇ.
ચૂંટણી મુદ્દો
આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે મેદાનમાં ઉતર્યું છે. જ્યારે કોંગ્રેસે ખેડૂતો અને પક્ષપલટા ઉમેદવારોને મુદ્દો બનાવીને પ્રચાર કર્યો હતો. મતદારોની વાત કરવામાં આવે તો સ્થાનિક ઉમેદવારો અને રસ્તા, પાણી જેવા સ્થાનિક મુદ્દા મતદારો માટે મહત્વના ગણવામાં આવે.
જાતીગત સમીકરણ
સુરેન્દ્રનગર જીલ્લામાં કોળી પટેલ મતદારોની સંખ્યા વધારે છે. અહીં અન્ય સમાજના લોકોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે જેની પણ અવગણના કરી શકાય તેમ નથી. જો કે આ બેઠક જીતવા માટે કોળી પટેલ સમાજને સાથે રાખવા ખૂબ અગત્યના પુરવાર થઈ શકે છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. ભાજપ અને કોંગ્રેસના મતોનું વર્ગીકરણ કરવા આમ આદમી પાર્ટી મેદાને છે.
2017ની ચૂંટણી
આ બેઠક પરથી 2017 માં કૉંગ્રેસના સોમા પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા. જોકે રાજ્યસભાની ચૂંટણી પહેલાં સોમા પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાની આ બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક ગણાતા હતા. પેટા ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રધાન રહેલા કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસે યુવા નેતા ચેતન ખાચરને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં કિરીટ સિંહ રાણા વિજેતા થયા અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું.
લીંબડી બેઠક માટે આ ઉમેદવારો કરશે મતદાન
લીંબડી બેઠક માટે ચુડા તાલુકો, સાયલા તાલુકો, લીંબડી ગ્રામિણ વિસ્તાર – આણંદપર, અંકેવાળીયા, બલોલ, ભલગામડા, ભોઈકા, ભોજપરા, બોડીયા, બોરણા, બોરણા, ચોકી, ચોરાણીયા, દેવપરા, ધોળી, દોલતપર, ગેડી, ખાખરેટીયા, ઘાઘોસર, ઘનશ્યામપર, હડાળા, જાખણ, જણસાલી, જસાપર, કમાલપુર, કતારપર. ખંભલાવ, તાલુકા બેઠક: લીંબડી (એમ), લીયાદ, મોટા ટીંબલા, નાના ટીંબલા, નટવરગઢ, પાંદરી, પાણશીણા, રાલોલ, રામરાજપર, સમલા, રાસ્કા, સોકા, ટોકરાળા, ઉખાલ, ઉમેદપર, ઉંટડી, વખાતપર, ઝમડીનો સમાવેશ થાય છે.
કિરીટ સિંહ રાણા 9 મી વખત ઉતાર્યા મેદાને
વર્ષ 1995માં રાણાએ પ્રથમ વખત લીંબડીમાં ઉમેદવારી કરી હતી. પેટાચૂંટણીમાં આઠમી વાર ભાજપના ઉમેદવાર બન્યા હતા. વર્ષ 1995, 1998, 2007ની સામાન્ય ચૂંટણીઓ અને વર્ષ 2013 અને 2020ની પેટાચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા.જ્યારે 2022ની ચૂંટણીમાં 9 મી વખત મેદાને ઉતર્યા છે.
2022માં આ ઉમેદવારો છે મેદાને
ભાજપ- કિરીતસિંહ રાણા
અપક્ષ- પ્રકાશ મકવાણા
અપક્ષ- દિલીપ પરમાર
કોંગ્રેસ- કલ્પનાબેન ધોરિયા
રાષ્ટ્ર નિર્માણ પાર્ટી- નગજીભાઈ ગાબુ
ગરવી ગુજરાત પાર્ટી- રાજેશ દલાલ
અપક્ષ- મહેન્દ્ર ચાવડા
અપક્ષ- લક્ષ્મણ વેલાણી
આપ- મયુર સાકરીયા
અપક્ષ – રાહુલ ઝરમરીયા
અપક્ષ- યોગેશ રાઠોડ
અપક્ષ – જયેશ ઠાકોર
અપક્ષ- મહેશ મકવાણા
અપક્ષ રમેશ ધોરીયા
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962- પેથાભાઈ ગણેશભાઈ પરમાર- INC
1967- એચ.આર.દોરીયા- SWA
1972- હરીભાઇ રત્નાભાઇ દોરીયા- INC
1975- શાહ નંદલાલ સુંદરજી- INC
1980- દવે ત્રંબકલાલ મોહનલાલ- INC (I)
1982- આર.જે.કેસરિસિંહ- BJP
1985- જનકસીંગ ખેંગરજી રાણા- INC
1990- જીતુભા કેસરસિંહ રાણા- Bjp
1995- રાણા કિરીટસિંહ જીતુભા- Bjp
1998- રાણા કિરીટસિંહ જીતુભા- Bjp
2002- ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ- Inc
2007- કિરીટસિંહ જીતુભા રાણા- Bjp
2012- સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ- inc
2013- કિરીટસિંહ જીતુભા રાણા- Bjp
2017- સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ- Inc
2020- કિરીટસિંહ જીતુભા રાણા- Bjp
ADVERTISEMENT