Election Update: PM મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે મતદાન કરવા લોકોને કરી અપીલ

અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકોએ પહોંચી રહ્યા છે. ત્યારે …

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકોએ પહોંચી રહ્યા છે. ત્યારે  પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થયું છે તે વાતને લઈ રાજકીય પક્ષો અને તંત્રમાં ભારે ચિંતા છે. ત્યારે બીજી તરફ વાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ ગુજરાતના લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી આ અપીલ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું. હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.


અમિત શાહે કરી આ અપીલ 
 ગુજરાતમાં આજે 93 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.

 

રાહુલ ગાંધીએ કરી આ અપીલ
વાહ, અમે ખેડૂતો, મહિલાઓ અને દરેક નાગરિકને આપેલું વચન પૂરું કરીશું, ગુજરાતમાં પરિવર્તન લાવીશું. ગુજરાતની જનતાને અપીલ છે, મોટી સંખ્યામાં મતદાન કરો. તમારા અધિકારોનું વહન કરીને, રાજ્યની પ્રગતિ અને પ્રગતિ માટે આ મહત્વપૂર્ણ જવાબદારીને પૂર્ણ કરો.

મલ્લિકાર્જુન ખડગેએ કરી આ અપીલ

ગુજરાતના દરેક નાગરિકને આ પરિવર્તન ઉત્સવમાં સહભાગી થવા નમ્ર વિનંતી છે. આજે મતદાન અવશ્ય કરો . પ્રથમ વખત મતદાન કરનાર અમારા યુવા મિત્રોને હાર્દિક અભિનંદન. ચાલો પરિવર્તનના ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈએ!
પ્રગતિ માટે મત આપો.
સમૃદ્ધિ માટે મત આપો.
સમાનતા માટે મત આપો.

કેજરીવાલે કરી આ અપીલ
બીજા તબક્કામાં આજે ગુજરાતમાં 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તમામ મતદારોને મારી અપીલ-આ ચૂંટણી ગુજરાતની નવી આશાઓ અને આકાંક્ષાઓની ચૂંટણી છે. દાયકાઓ પછી આ એક મહાન તક છે. ભવિષ્ય તરફ જોઈને, ગુજરાતની પ્રગતિ માટે મતદાન કરીને આવો, આ વખતે કંઈક અલગ અને અદ્ભુત કામ કરીને આવો.

    follow whatsapp