ગુજરાતમાં ડિસેમ્બર પહેલા ચૂંટણી પૂરી થઈ જશે? વહેલી ચૂંટણી યોજાવા પર CR Patilનું મોટું નિવેદન

હેતાલી શાહ/આણંદ: ગુજરાતમાં આ વખતે વહેલી ચૂંટણી યોજાઈ શકે છે. આવું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું કહેવું છે. આણંદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ…

gujarattak
follow google news

હેતાલી શાહ/આણંદ: ગુજરાતમાં આ વખતે વહેલી ચૂંટણી યોજાઈ શકે છે. આવું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું કહેવું છે. આણંદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. જેને લઈને ગુજરાતમાં નવેમ્બર સુધીમાં જ ચૂંટણી પતી જાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.

10 દિવસ વહેલા ચૂંટણી યોજાશે?
આણંદ ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમ હતો. જેમાં સી.આર પાટીલે આગામી 2022ને વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંતમાં ચૂંટણી પૂરી થઈ જાય એવું મારું માનવું છે. આ વખતે દસ દિવસ ચૂંટણી વહેલી આવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. મને ચૂંટણી તારીખ જાહેર કરવાની કોઈ સત્તા નથી. આ તો મારું માનવું છે. હમણાં મીડિયા વાળા બ્રેકિંગ ન્યુઝ બનાવી દેશે કે ભાજપ અધ્યક્ષ છે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે.

AAPને આડેહાથ લીધી
આણંદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પટેલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના નવા કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સી.આર પટેલ દ્વારા પેજ સમિતિ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે નામ લીધા વગર જ આમ આદમી પાર્ટીના કાર્યાલયને નિશાન બનાવી અને જણાવ્યું કે અન્ય પાર્ટીના કાર્યાલય એટલા માટે જ નિર્માણ નથી થતા કારણ કે એમની પાર્ટીના કાર્યકર્તાઓના ખિસ્સામાં પૈસા જાય છે.

    follow whatsapp