અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા ચૂંટણી પંચ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોને આગામી 7મી જાન્યુઆરી સુધીમાં હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે.
ADVERTISEMENT
એક ઉમેદવાર 40 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા સ્પીકરથી માંડી કાર્યાલય પર મુકવામાં આવતી ખુરશીનું ભાડું ચૂંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. ચૂંટણી પંચે નક્કી કરેલા ભાવ પ્રમાણે ઉમેદવારોએ વસ્તુના ભાવ ગણી ખર્ચ રજૂ કરવાનો હોય છે. તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોને આગામી 7મી જાન્યુઆરી સુધીમાં હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે.
ચૂંટણી પંચએ આપ્યું અલ્ટિમેટમ
ચૂંટણી પંચે નક્કી કરેલા ભાવ પ્રમાણે ઉમેદવારોએ વસ્તુના ભાવ ગણી ખર્ચ રજૂ કરવાનો હોય છે. તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોને આગામી 7મી જાન્યુઆરી સુધીમાં હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે.
ચૂંટણીમાં ભાજપે રચ્યો ઇતિહાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સતત રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી ઇતિહાસ રચી પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે. ત્યારે કોંગ્રેસે 17 બેઠક મેળવી ગુજરાતમાં કંગાળ પ્રદર્શન કર્યું છે. 5 બેઠકો સાથે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા સુધી પહોંચી છે.
1621 ઉમેદવારો હતા મેદાને
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે બીજા તબક્કાના મતદાનમાં રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયું હતું. 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને હતા. આમ કુલ 1621 ઉમેદવારો મેદાને હતા.
ADVERTISEMENT