નવી દિલ્હી: પ્રવાસી મતદાતાઓ માટે ચૂંટણી પંચ એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે, જેમાં તેમને વોટ આપવા માટે પોતાના રાજ્યમાં પાછા નહીં જવું પડે. પ્રવાસી મતદાતા જે પણ શહેર અથવા રાજ્યમાં કામ કરે છે, ત્યાંથી જ પોતાના રાજ્યની ચૂંટણીમાં વોટિંગ કરી શકશે. આ માટે ચૂંટણી પંચે નવું મશીન તૈયાર કર્યું છે, જેનું નામ રિમોટ વોટિંગ મશીન (RVM) છે. ECI (ચૂંટણી પંચે) તમામ રાજકીય પાર્ટીઓને આગામી 16 જાન્યુઆરીએ RVM કેવી રીતે કામ કરશે, તેનો ડેમો બતાવવા માટે આમંત્રિત કર્યા છે. ડેમો જોયા બાદ કોઈપણ રાજકીય પાર્ટીને શંકા હોય તો 31 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી પંચને પોતાના સૂચનો મોકલી શકશે. એક RVMથી 72 ચૂંટણી વિસ્તારના મતદાનને હેન્ડલ કરી શકાશે.
ADVERTISEMENT
ચૂંટણી પંચે વિકસાવ્યું રિમોટ પોલિંગ બુથ મશીન
ચૂંટણી પંચના નિવેદન મુજબ, રિમોટ વોટિંગ પર એક કન્સેપ્ટ પેપર જારી કર્યો છે અને તેને લાગુ કરવામાં આવનારી કાયદાકીય, પ્રશાસનિક, પ્રક્રિયાત્મક, ટેકનિકલ સંબંધિત પડકારો પર રાજકીય દળોના વિચારો અને સૂચના માગ્યા છે. તેના દ્વારા એક રિમોટ પોલિંગ બુથથી 72 મતવિસ્તારોમાં રિમોટ વોટિંગની સુવિધા આપી શકાય છે. તેનાથી પ્રવાસી મતદારોને મતદાન માટે પોતાના ગૃહ રાજ્ય કે શહેરમાં જવાની જરૂર નહીં પડે અને જ્યાં છે ત્યાંથી જ વોટ આપી શકશે.
પ્રવાસી મતદારોને વોટ આપવા ઘરે નહીં જવું પડે
ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે, ‘રિમોટ વોટિંગ એક પરિવર્તનકારી પહેલ સાબિત થશે.’ હાલમાં ભારતમાં રિમોટ વોટિંગ નથી થતું. રોજગાર માટે બીજા રાજ્યોમાં રહેનારા પ્રવાસી મતદારોને વોટ નાખવા માટે પોતાના રાજ્ય, શહેર કે ઘરે પાછા આવવું પડે છે.
2019ની ચૂંટણીમાં 33 ટકા મતદારોએ વોટ નહોતો આપ્યો
ચૂંટણી પંચ 30 કરોડથી વધુ મતદાતાઓના મતાધિકારીનો ઉપયોગ ન કરવાને લઈને ચિંતિત છે. વોટર નવી જગ્યાએ ગયા હોવાના કારણે ઘણા કારણોથી ચૂંટણીમાં મતદાન કરવા માટે પાછા નથી આવી શકતા. ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું કે, 2019માં લોકસભા ચૂંટણીમાં 67.4 ટકા મતદાન થયું. લગભગ 33 ટકા મતદાતાઓએ વોટિંગ નહોતું કર્યું. તેમા મોટો હિસ્સો પ્રવાસી મતદારોનો હતો, જે વોટિંગ કરવા માટે પોતાના ઘરે નહોતા પહોંચી શક્યા.
ADVERTISEMENT