Election 2022: વડાપ્રધાન મોદી સામે થયેલી આચાર સંહિતા ભંગની ફરિયાદ મામલે EC એ આપ્યો જવાબ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ  ભાજપ અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસે આચાર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ  ભાજપ અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસે આચાર સંહિતા ભંગને લઈને ફરિયાદો કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માંડીને  હાર્દિક પટેલ સામે કોંગ્રેસે ફરિયાદ કરી હતી. આ મામલે ઇલેકશન કમિશને જવાબ આપતા કહ્યું કે, રિપોર્ટ અનુસાર લાગતું નથી કે આ રોડ શો હતો.

બીજા તબક્કાના મતદાન દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદના જવાબમાં ચૂંટણી પંચના અધિકારી કુલદીપ આર્યાએ કહ્યું કે કોંગ્રેસ  પાર્ટી દ્વારા પીએમ મોદી સામે ફરિયાદ કરવામાં આવી હતી, અમે તાત્કાલિક સમગ્ર મામલે અમદાવાદના ઈલેક્શન ઓફિસરને રિપોર્ટ મોકલવા આદેશ આપ્યા હતા, રિપોર્ટ અનુસાર લાગતું નથી કે આ રોડ શો હતો, ત્યાં ભીડ આપો આપ જ ભેગી થઈ ગઈ હતી

શું હતો મામલે
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ 93 બેઠકો પર કાલે મતદાન થયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મતદાન કર્યું હતું. વડાપ્રધાન  મોદીએ રાણીપની એક શાળામાં વોટ આપ્યો. તે વોટ આપવા જાય તે પહેલા જ પોલિંગ બૂથની આગળ હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી. વડાપ્રધાન બૂથથી થોડે દૂર ગાડીમાંથી ઉતરી ગયા અને ચાલતા ચાલતા વોટ આપવા પહોંચ્યા. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

વડાપ્રધાન મોદીએ લાઇનમાં ઊભા રહી કર્યું મતદાન
અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે  વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું. વડાપ્રધાનના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.  મોદીએ મતદાન માટે સાદગીપૂર્વક અને સામાન્ય માણસ બનીને લાંબી કતારમાં ઉભા રહી મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે.  આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદભાઈ પટેલ ચૂંટણી  લડ્યા હતા.

    follow whatsapp