લોકશાહીનો ઉત્સવ: બીમાર વૃદ્ધા એમ્બ્યૂલન્સમાં મત આપવા પહોંચ્યા, બુથની અંદર સ્ટ્રેચર પર જઈ વોટ આપ્યો

આણંદ: ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા…

gujarattak
follow google news

આણંદ: ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આણંદમાં એક બીમાર મતદાતા એમ્બ્યૂલન્સથી મતદાન બુથ સુધી પહોંચ્યા અને પોતાનો કિંમતી વોટ આપ્યો હતો.

બુથની અંદર સ્ટ્રેચર પર જઈને વોટ આપ્યો
આણંદમાં આજે મતદાન મથક પર એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. વોટ નાખવા માટે એક વૃદ્ધા એમ્બ્યૂલન્સથી મતદાન મથકે પહોંચ્યા હતા. ચાલવામાં અસમર્થ આ વૃદ્ધાએ છેક મતદાન બુથની અંદર સ્ટ્રેચર પર જઈને જ પોતાનો મત આપ્યો હતો. એક બાજુ લોકો મતદાન માટે ઘરેથી બહાર નીકળવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ આણંદમાં વૃદ્ધા બીમાર હોવા છતાં હોસ્પિટલથી ખાસ પોતાનો વોટ આપવા આવીને મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન
ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારોમાં સવારથી જ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધીમાં બીજા તબક્કાની 93 સીટો પર 19.17 અંદાજીત મતદાન થયું હતું. જેમાં અમદાવાદમાં 16.51 ટકા, આણંદમાં 20.38 ટકા, અરવલ્લીમાં 20.38 ટકા, બનાસકાંઠામાં 21.02 ટકા, છોટા ઉદેપુરમાં 23.35 ટકા, દાહોદમાં 17.83 ટકા, ગાંધીનગરમાં 20.39 ટકા, ખેડામાં 19.63 ટકા, મહેસાણામાં 20.66 ટકા, મહીસાગરમાં 17.06 ટકા, પંચમહાલમાં 18.74 ટકા, પાટણમાં 18.18 ટકા, સાબરકાંઠામાં 22.18 અને વડોદરામાં 18.77 ટકા મતદાન થયું છે.

(વિથ ઈનપુટ: હેતાલી શાહ)

 

    follow whatsapp