મહિસાગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતથી જીત થઈ છે. ત્યારે સંતરામપુરના ધારાસભ્ય ડો.કુબેર ડિંડોર સ્થાનિકોની મુલાકાતે નીકળ્યા હતા. તેમનું સંતરામપુરમાં લોકોએ ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. નોંધનીય છે કે કેબિનેટ મંત્રીના શપથ લીધા પછી કુબેર ડિંડોર પહેલીવાર અહીં આવ્યા હતા. જેના કારણે ભાજપના કાર્યકરો અને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
માતા-પિતાના આશીર્વાદ લીધા..
કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે સંતરામપુર ખાતે પહોંચીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં તેમણે સ્થાનિકોનો આભાર વ્યક્ત પણ કર્યો હતો. ત્યારપછી કુબેર ડિંડોરે પોતાના વતન ખાતે માતા પિતાના આશીર્વાદ લીધા હતા.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચાર્જ સંભાળ્યો..
કુબેર ડિંડોરે પદભાર સંભાળતા સમયે જણાવ્યું હતું કે મને સોંપાયેલા ખાતાની જવાબદારી અંતર્ગત જે કોઈ કામ કરવા જેવા હશે તે અમે કરીશું. ખાસ શિક્ષણ ક્ષેત્રે હજુ શુ સારું થઈ શકે તે અંગે અમે કામ કરીશું. તેમજ મંત્રીએ આ ક્ષણે મતદારોનોં પણ આભાર માન્યો હતો. નોંધનીય છે કે તેઓ જ્યારે પદભાર સંભાળતા હતા ત્યારે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ત્યાં હાજર રહ્યા હતા.
With Input: વિરેન જોશી
ADVERTISEMENT