Board Exam 2024: ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરી તો ગયા સમજો, અહીં જાણી લો શું થશે સજા

Board Exam 2024: ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી યોજાવા જઈ રહી છે.

Board Exam 2024

બોર્ડની પરીક્ષા પહેલા શિક્ષણ વિભાગ એક્શનમાં

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

આગામી 11 માર્ચથી યોજાશે બોર્ડની પરીક્ષા

point

ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ એક્શનમાં

point

સજાની જોગવાઈઓ જાહેર કરવામાં આવી

Board Exam 2024: ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી યોજાવા જઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડની દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર કરાયું છે. એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. 


શિક્ષણ બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યું સજાનું માળખું

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના જમામ જિલ્લાઓમાં ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિને લઈને સજાનું માળખું મોકલી આપવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિ કરવા બાદ થનારી સજાઓ વિશે બોર્ડના વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સૂચના પણ અપાઈ છે. 

પરીક્ષામાં ગેરરીતિ કરનારની ખેર નહીં

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  વાલી કે અન્ય કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સ વધારવા પરીક્ષકનો સંપર્ક કરશે કે પછી લાંચ આપશે તો પરીક્ષાનું પરિણામ જ રદ કરાશે. વિદ્યાર્થી મુખ્ય ઉત્તરવહી-પુરવણી ફાડી નાખે કે માન્ય લખાણ સાથે ચેડા કરશે તો પરિણા રદ કરવામાં આવશે. સાથે જ જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહી લઈને જતો રહશે તો પણ પરિણામ રદ કરાશે અને પછીની પરીક્ષા પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે.

બોર્ડે બનાવ્યા આકરા નિયમો 

પેપર ચેક કરતી વખતે બે વિદ્યાર્થીઓના જવાબો એક સરખા જ આવશે તો બંનેનું સંપૂર્ણ પરિણામ જ રદ કરવામાં આવશે. વિદ્યાર્થીના બદલે અન્ય કોઈ પરીક્ષા આપવા બેસસે એટલે કે ડમી વિદ્યાર્થી પરીક્ષા આપશે તો પણ પરિણામ રદ કરીને પછીની પરીક્ષા પર પ્રતિબંધ મુકાશે અને વિદ્યાર્થી સામે પોલીસ કેસ કરાશે. 

સ્ટીકર સાથે ચેડા કરનારનું પરિણામ કરાશે રદ

ઉત્તરવહી પરનું સ્ટીકર કોઈ વિદ્યાર્થી ઉખાડશે અથવા તેની સાથે ચેડા કરશે તો પણ પરિણામ રદ કરવામાં આવશે. કોઈ વિદ્યાર્થી દ્વારા ઉત્તરવહીમાં ચલણી નોટ નાખેલી હશે તો પણ તેનું પરિણામ જાહેર કરવામાં નહીં આવે, સાથે જ તેને એક પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવે. 

સ્માર્ટવોચ કે મોબાઈલ લઈ જનારા સામે થશે કેસ 

પરીક્ષા ખંડમાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ કે સ્માર્ટવોચ સાથે ઝડપાસે તો તેનું પરિણામ રદ કીને તેને બે પરીક્ષાથી બાકાત રાખવામાં આવશે અને તેની સામે પોલીસ કેસ પણ કરવામાં આવશે. 

    follow whatsapp