બાળકો વેકેશન મોડમાં, શિક્ષણ વિભાગે જાહેર કરી દિવાળી વેકેશનની તારીખ

અમદાવાદ: તહેવારો નજીક આવે છે તેમ તેમ બાળકોનો વેકેશનનો મૂડ બનવા લાગે છે. શાળામાં બાળકો હવે દિવાળી વેકેશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિવાળી વેકેશનને…

gujarattak
follow google news

અમદાવાદ: તહેવારો નજીક આવે છે તેમ તેમ બાળકોનો વેકેશનનો મૂડ બનવા લાગે છે. શાળામાં બાળકો હવે દિવાળી વેકેશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિવાળી વેકેશનને લઇને વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી  વેકેશનને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

તહેવારો નજીક આવતાની સાથે જ બાળકો પણ તહેવારોના રંગે રંગવા લાગ્યા છે. તહેવારોને લઈ ને બાળકો ઉત્સુક છે ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. શાળાઑમાં દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર એટલે કે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો સમાન
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ દિવાળી વેકેશનમાં તમામ શાળાઓ એટલકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશનથી પ્રથમ સત્ર સંપન્ન થશે અને દિવાળી વેકેશન ખુલતાની સાથે જ દ્વિતિય સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

10 નવેમ્બરથી શાળાઓ ધમધમતી થશે
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વેકેશનની તારીખ દરમિયાન વેકેશનમાં, દિવાળીના તહેવારોમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.10મી નવેમ્બરથી શાળાઓ ફરી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે.

    follow whatsapp