નવી દિલ્હી: એક નવી રિસર્ચ મુજબ, પૃથ્વીની અંદરની કોર એ ફરવાનું બંધ કરી દીધું છે અને હવે વિરુદ્ધ દિશામાં ફરવાનું શરૂ કરશે. નેચર જીયોસાયન્સમાં પબ્લિશ થયેલા રિસર્ચ મુજબ, ધરતીની અંદરની કોરનું રોટેશન હાલમાં થોભી ગયું છે. વર્ષ 2009માં આ રોટેશન થોભ્યું અને પછી તે આશ્ચર્યજનક રીતે વિરુદ્ધ દિશામાં ફરવામાં લાગ્યું.
ADVERTISEMENT
ચીનની પેકિંગ યુનિવર્સિટીના રિસર્ચરોએ જણાવ્યું કે, પૃથ્વીના કોરની એક ચક્ર સાત દાયકાનું હોય છે. એટલે કે તે દરેક 35 વર્ષે પોતાની દિશા બદલે છે. અગાઉ વર્ષ 1970માં તેની દિશા બદલાઈ હતી અને આગામી નવું ચક્ર 2040ના મધ્યમાં શરૂ થવાની ધારણા હતી.
પૃથ્વીની અંદરની કોર શું છે?
પૃથ્વીની અંદરની કોર ત્રણ ભાગોમાં વિભાજીત થયેલી છે. જેમાં ક્રસ્ટ, મેંટલ અને કોરનો સમાવેશ થાય છે. આ પહેલા 1936માં જ્યારે રીસર્ચરો પૃથ્વી પર ટ્રાવેલ કરતા ધરતીકંપના સિસ્મિક તરંગોનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે પહેલીવાર પૃથ્વીની કોર વિશે જાણ થઈ હતી. સિસ્મિક તરંગોમાં આવેલા ફેરફારના કારણે પૃથ્વીના કોરની જાણ થઈ હતી, જે અંદાજે 7000 કિલોમીટર પહોળું છે જેમાં ઉપર સોલિડ પડ છે અને અંદર લિક્વિડ આયર્ન છે.
હવે શું થશે?
રિસર્ચરોએ જણાવ્યું કે, કોરના રોટેશનથી દિવસની લંબાઈમાં ફેરફાર થાય છે. તેના કારણે પૃથ્વીને પોતાની ધરી પર ફરવામાં લાગતા સમયમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે. ટીમે કહ્યું કે, આ અભ્યાસ પૃથ્વીના લેયરો વચ્ચેના એકિકૃત સંબંધને દર્શાવે છે. અમને આશા છે કે અમારા અભ્યાસથી કેટલાક રિસર્ચરોને પૃથ્વીની એકિકૃત ડાયનામિક સિસ્ટમનું ટેસ્ટ મોડ્યુલ બનાવી તેના પર અભ્યાસ કરી શકે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં કોરના ફરવામાં થયેલા ફેરફારના કારણે સપાટી પર અસર થશે કે નહીં તેના કોઈ પૂરાવા મળ્યા નથી.
ADVERTISEMENT