સુરત: સુરત શહેરમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 12.53 આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરમાંથી બહાર દોડી ગયા હતા. ભૂકંપની તિવ્રતા 3.8ની માપવામાં આવી હતી જ્યારે કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે હાલમાં ભૂકંપના કારણે કોઈ નુકસાન થયાની જાણકારી સામે આવી નથી.
ADVERTISEMENT
ગઈકાલે ભચાઉમાં આવ્યો હતો ભૂકંપ
નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.0ની માપવામાં આવી હતી. જ્યારે અમરેલીના સાવરકુંડલના મીતિયાળામાં પણ છેલ્લા 2 મહિનાથી આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ત્યારે એક બાદ જુદી જુદી જગ્યાએ ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઉઠ્યા છે.
ફેબ્રુઆરીમાં 8 વખત આંચકા આવ્યા
ફેબ્રુઆરી મહિનામાં 11 દિવસમાં જ અત્યાર સુધી ભૂકંપના 8 જેટલા આંચકા ગુજરાતમાં અનુભવાઈ ચૂક્યા છે. જેમાં સૌથી મોટી આંચકો આજે 3.8નો સુરતમાં અનુભવાયો હતો. જ્યારે આ પહેલા કચ્છમાં 3 વખત, અરમરેલીમાં 3 વખત અને 1 આંચકો ગોંડલમાં આવી ચૂક્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT