મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) માં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમતા સિરાઝે આ સિઝનમાં 12 મેચમાં કુલ 16 વિકેટ ઝડપી છે. બીજી તરફ સિરાઝે એક યુટ્યુબ ચેનલના શો અંગે પોતાના જીવન સાથે જોડાયેલા એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
સિરાઝે કહ્યું કે, અંડર 23 ની ટીમ રવાના થવાની હતી અને હું ટેંશનમાં આમ તેમ ફરી રહ્યો હતો. અને હું ટેંશનમાં હતો. સ્ટાર બોલર સિરાઝ બોલ્યા કે, મારુ નામ ટીમમાં હતું અને હું હોસ્પિટલમાં દાખલ હતો. મને ડેંગ્યુ થઇ ગયો હતો. સિરાઝે કહ્યું કે, મારા બ્લડ સેલ કાઉન્ટમાં ઝડપથી ઘટાડો આવ્યો. જો એડમિટ ન થયો હોત તો હું મરી પણ ગયો હોત.
સિરાઝે ત્યારે ટીમના કોચને પણ આ અંગે માહિતી આપી હતી. જો કે કોઇએ પણ તેમની વાત પર વિશ્વાસ નહોતો કર્યો. તેના જીવનમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બન્યો છે. અનેક ચેલનો હાલ ખેલાડીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT