કોચીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન માટે મિનિ-ઓક્શન કોચીમાં યોજાયું છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમની CEO કાવ્યા મારનનું સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું હતું. તે ગ્લેમરસ અંદાજની સાથે ટીમ સિલેક્શનના કારણે પણ ચર્ચાનો વિષય બની હતી. IPL દરમિયાન દરેક વખતે કાવ્યા સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે.
ADVERTISEMENT
કાવ્યાએ ઓક્શનમાં ધૂમ રૂપિયા ઉડાવ્યા…
જોકે તેના ગ્લેમરસ અંદાજ કરતા વધારે આ વખતે યુઝર્સે કાવ્યાને જોરદાર ટ્રોલ કરી છે. સનરાઇઝર્સ ટીમે ઇંગ્લેન્ડના યુવા અને આક્રમક બેટ્સમેન હેરી બ્રુકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે મયંક અગ્રવાલ માટે 8.25 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. કાવ્યા અને હૈદરાબાદની ટીમની બોલી અહીં અટકી નહોતી.
તેણે દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન હેનરી ક્લાસેનને રૂ. 5.25 કરોડમાં અને વિવંત શર્માને રૂ. 2.60 કરોડમાં ખરીદ્યો હતો. કાવ્યા મારન અને તેની ફ્રેન્ચાઈઝી શરૂઆતથી જ મિનિ ઓક્શનમાં પ્રભુત્વ ધરાવે છે. તેણે પૈસા ઉડાવીને પોતાની ઈચ્છા મુજબ ખેલાડીઓ ખરીદ્યા હતા. આ પછી યુઝર્સે મારનને ટ્વિટર પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
https://twitter.com/VS_offll/status/1606224420078379010
યુઝર્સે આ રીતે કરી ટ્રોલ
તેના ટીમ સિલેક્શન પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ‘કાવ્યાએ શરૂઆતમાં બે ખેલાડીઓને ખરીદવામાં 22 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.’ કૃપા કરીને તેને જણાવો કે આ બંને ખેલાડીઓ હેરી બ્રુક અને મયંક અગ્રવાલ છે. બીજા યૂઝરે એક ફિલ્મનો ફોટો શેર કરતા લખ્યું કે, ‘કાવ્યા કહેવા માંગે છે કે જો કોઈ મોંઘી વસ્તુ ન મળી તો તેણે સસ્તી વસ્તુને મોંઘી કરીને ખરીદી લીધી છે.
અન્ય એક યુઝરે લખ્યું, ‘કાવ્યા અહીં ખરીદી કરી રહી છે (ઓક્શન).’ આ બધા સિવાય કાવ્યા મારનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હેરી બ્રુકને ખરીદ્યા બાદ કાવ્યાની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કાવ્યા ખુબ ખુશ દેખાતી હતી.
કોણ છે કાવ્યા મારન
કાવ્યા મારન પ્રખ્યાત ઉદ્યોગપતિ કાલિનિથિ મારનની પુત્રી છે. કાલિનિથિ સન ગ્રુપના સ્થાપક છે. કાલિનિથિ વિવિધ ટેલિવિઝન ચેનલો, એફએમ રેડિયો સ્ટેશન, ડીટીએચ સેવાઓ, અખબારો અને એક ફિલ્મ પ્રોડક્શન હાઉસના માલિક પણ છે.
કાવ્યા મારન પણ અભ્યાસમાં ઘણી સારી રહી છે. તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંલગ્ન લિયોનાર્ડ એન્ડ સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA કર્યું છે. આ પહેલા કાવ્યાએ ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Comની ડિગ્રી મેળવી હતી.
ADVERTISEMENT