નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે. ત્યારે કેટલાક વ્યક્તિઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટીને આર્થિક નુક્સાન પહોંચાડવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફે પકડયો છે. ટિકિટ સાથે છેડછાડ કરી રૂ. 10,030 ની છેતરપિંડી કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આર્થિક નુકસાન પહોચાડયુ છે. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ADVERTISEMENT
30 ડિસેમ્બરના રોજ પુણેનાં પ્રાંજલી લાડ સહિત ૮ જેટલા પ્રવાસીઓ એકતા નર્સરી સ્થિત ટ્રાયબલ કાફેટેરીયામાં ભોજન કરી રહ્યા હતા તે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના PRO રાહુલ પટેલ દૈનિક કામથી આ જગ્યાએ પહોંચ્યા હતા. તે સમય દરમ્યાન આ ગૃપ પાસે રહેલી ટીકીટ શંકાસ્પદ લાગી હતી. ટીકિટ જોતા તેમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ 8 તથા ચાઇલ્ડ 8 ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની 8 ટિકિટ બૂકિંગ થયેલી જણાઇ હતી. વાસ્તવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટથી વધુમા વધુ 6 જ ટિકિટ જ બૂક થઇ શકે તેમ છે.જેથી ઓફીસમાં ટિકિટ સર્વરમાં ચેક કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ 1 તથા ચાઇલ્ડ 1 ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની 2 ટિકિટ બૂકિંગ થયેલી હતી.
જેથી આ ટિકિટમાં મોટી છેડછાડ માલુમ પડી હતી જેથી ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને પ્રવાસી પ્રાંજલી લાડ સહિતના પ્રવાસીઓની વધુ પુછપરછ કરતા તેઓ પાસેથી બીજી 2 ટિકિટ મળી આવેલ જેમાં પણ છેડછાડ જણાઈ આવી હતી. તમામ ટિકિટ જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નર્સરી કાફેટેરીયા,કેકટસ ગાર્ડન,બટરફ્લાઇ ગાર્ડન,જંગલ સફારી, રિવર રાફટીંગ, સાયકલીંગનો ઉલ્લેખ હતો. પ્રવાસીઓ પાસેથી મળી આવેલ ટિકિટ જોતા તેમા છેડછાડ કરી ખોટો દસ્તાવેજ ઉભો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને રૂ. 10,030 ની છેતરપિંડી કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આર્થિક નુકસાન પહોચાડયુ છે. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
તંત્રએ કરી આ અપીલ
તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે. જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરી શકો છો ( મંગળવાર થી રવિવાર,સવારે 8.00 થી સાંજે 6.00 સુધી ).ઉલ્લેખનીય છે કે,પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે. ટિકિટ ચેક કરવા માટે તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ પકડી પાડવામાં આવે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT