નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ મુંબઈમાં હતા. મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 38,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન કાર્યક્રમમાં એક વ્યક્તિ એનએસજીનું નકલી ઓળખ કાર્ડ બતાવીને એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે શંકા જતા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપી રામેશ્વર મિશ્રા નવી મુંબઈનો રહેવાસી છે. તે ભારતીય સેનાની ગાર્ડ્સ રેજિમેન્ટનો સૈનિક હોવાનો દાવો કરી રહ્યો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. આર્મી, આઈબી, દિલ્હી પોલીસ અને પીએમ સુરક્ષા અધિકારી જેવી ઘણી એજન્સીઓ શંકાસ્પદની માહિતીની તપાસ કરી રહી છે કે તે શા માટે વીવીઆઈપી વિભાગમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
વડાપ્રધાનની સુરક્ષા માટે 4500 પોલીસકર્મી
PMની સુરક્ષા માટે 4500 પોલીસકર્મીઓ ખડેપગે હતા. આ ઉપરાંત, તેમના કાર્યક્રમમાં રાજ્ય અનામત પોલીસ દળની ચાર પ્લાટુન અને રેપિડ એક્શન ફોર્સની એન્ટી રાઈટ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારોને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: કાયદો બધા માટે સરખો: કારમાં સીટ બેલ્ટ ન બાંધતા બ્રિટિશ PM ઋષિ સુનકને પોલીસે દંડ ફટકાર્યો
બે નવી મુંબઈ મેટ્રો લાઈનોનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના મુંબઈ પ્રવાસ પર બે નવી મુંબઈ મેટ્રો લાઈનોનું ઉદ્ઘાટન કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. તેને 12,600 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જે અંધેરીથી દહિસર સુધીના 35 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરમાં ફેલાયેલી છે. 18.6 કિમી લાંબી મેટ્રો લાઇન 2A દહિસર (પૂર્વ) ને 16.5 કિમી લાંબી ડીએન નગર સાથે જોડે છે. જ્યારે મેટ્રો લાઇન 7 અંધેરી (પૂર્વ) ને દહિસર (પૂર્વ) સાથે જોડે છે. પીએમએ 2015માં આ મેટ્રો લાઈનોનો શિલાન્યાસ કર્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT