અમદાવાદઃ આવતીકાલ મંગળવારે કારતક સુદ પુનમના દિવસે ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણના કારણે ધાર્મિક વિધિ અને પૂજન અર્ચન પર ગ્રહણનું વેધ લાગે છે. જેને લઈને ગુજરાતમાં ઘણા મંદિરો ચાલુ રહેશે તો કેટલાક મંદિરોને બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તેવામાં શામળાજી મંદીરના દર્શનના સમયગાળમાં ફેરફાર કરાયો છે. ત્યારે બીજી બાજુ શક્તિપીઠ અંબાજી મંદિર દિવસ દરમિયાન બંધ રહેશે જ્યારે સંધ્યા આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. જાણો આ અંગે વિગતવાર માહિતી….
ADVERTISEMENT
શામળાજી મંદિરના સમયમાં ફેરફાર
પ્રાપ્ત થી માહિતી પ્રમાણે મંગળવારે કાર્તકી પૂર્ણિમાનો મેળો અને ચંદ્ર ગ્રહણ છે. આના પગલે શામળાજી મંદિરના દર્શનના સમયગાળમાં ફેરફાર કરાયો છે. જેના પગલે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે અને મંગળા આરતી સવારે 5.45 વાગ્યે કરવામાં આવશે. ત્યારપછી શણગાર આરતી સવારે 8.30 વાગ્યે થશે. ઉલ્લેખનીય છે કે સવારે 10.30 વાગ્યે મંદિર બંધ થશે.
- રાજભોગ આરતી સમયે એટલે કે લગભગ 11.15 વાગ્યે મંદિર ખુલશે. આરતી પછી 11.30 વાગ્યે મંદિર ફરીથી બંધ થઈ જશે.
- ઉત્થાપન ( મંદિર ખુલશે ) બપોરે 1 વાગ્યે
- સંધ્યા આરતી અને મેરાયું દર્શન બપોરે 1.30 વાગ્યે
- બપોરે 2.39 વાગ્યે ગ્રહણ શરુ થશે
- આ ગ્રહણ ત્રણ કલાક અને 45 મિનિટ સુધી ચાલશે. જે સાંજે 6.20 વાગ્યે પુરૂ થઈ જશે.
શામળાજી મંદિર ગ્રહણકાળ દરમિયાન ખુલ્લુ રહેશે
ચંદ્રગ્રહણ સમયે શામળાજી મંદિર ભક્તજનો માટે ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તો ભગવાનની સામે બેસીને મંત્રોચ્ચાર કરી શકે એના માટે ખુલ્લુ રખાશે. નોંધનીય છે કે આ સમયગાળામાં મંત્ર જાપનું અલગ જ મહાત્મ્ય છે.
અંબાજી મંદિરના સમયગાળમાં ફેરફાર
ચંદ્ર ગ્રહણના કારણે અંબાજી મંદિરમાં જે મંગળા આરતી સવારે 6.30 વાગ્યે કરવામાં આવતી હતી. તેને વહેલી સવારે 4 વાગ્યે કરી દેવાશે. ત્યારપછી સવારે 6.30 વાગ્યે મંદિર બંધ કરી દેવાશે તો ત્યારપછી રાત્રે 9 વાગ્યા સુધી અંબાજી માતાનું મંદિર દર્શન માટે બંધ રહેશે. જોકે આ દરમિયાન સંધ્યા આરતી જે સાંજે 6.30 વાગ્યે થતી હતી એ રાત્રે 9.30 વાગ્યે થશે. જોકે 9 નવેમ્બરથી આરતી યોગ્ય સમયસર થઈ જશે.
With Inputs- હિતેશ સુતરિયા
ADVERTISEMENT